પ્રાંતિજના ઘડકણ પાસે પેટ્રોલપંપ પર માલિકને નજીવી બાબતે ઘડકણના 7 શખ્સોએ મારતાં અને મારામારી દરમિયાન ગળામાંથી બે તોલાની સોનાની ચેન તથા ખિસ્સામાં રહેલ રૂ.71,190 ગુમ થતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 7 સામે ફરિયાદ નોંધાવી છે.
ઘડકણ પાસે કષ્ટ ભંજન પેટ્રોલપંપ આગળ તા.30-05-22 ના રોજ સવારેડાલાવાળો ડીઝલ પુરાવા આવતા તે વખતે બાઇક લઇને આવતા બે શખ્સો ડાલા સાથે ટકરાતા પડી ગયા હતા તે દરમિયાન પેટ્રોલપંપ માલિક પ્રિન્સ કલ્પેશકુમારે દોડી આવી બન્ને ઉભા કર્યા હતા અને વાગ્યુ તો નથી પૂછીને વચ્ચે પડેલ બાઇક સાઇડમાં લેવાનુ કહેતા શખ્સે બાઇક નહી હટાવીએ કહી પ્રિન્સ કલ્પેશકુમાર પટેલને અપશબ્દો બોલી પેટ્રોલપંપ સળગાવી દેવાનું કહી બાઇક મૂકી જતા રહ્યા હતા અને થોડીવાર બાદ પેટ્રોલપંપ માલિક પૈસા ભરવા જઇ રહ્યા હતો.
તે સમયે કેસરીસિંહ રણુસિંહ, હિતેષભાઇ અમરતભાઇ લારા, રજનીભાઇ શનાભાઇ, અમરતભાઇ કાળાભાઇ ટીનાભાઇ, રાજ રવજીભાઇ, દિપો ધારાજી, જીતુભાઇ પ્રહલાદભાઇ (તમામ રહે. ઘડકણ) એ લોખંડની પાઈપ, લાકડું લઈ આવી અપશબ્દો બોલી શખ્સે પાછળથી ગળામાંથી ચેઇન પકડી નીચે પાડી દઈ તમામે માર માર્યો હતો. પેટ્રોલપંપ માલિક પ્રિન્સના ગળામાં રહેલ સોનાની ચેન બે તોલા કિં.રૂ.1,02,000 તથા બેંકમાં ભરવા જઇ રહેલ ખિસ્સામાં રહેલ રૂ.71,190 ગુમ થઇ જતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સાતેય જણાં વિરુદ્વ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.