કરુણાંતિકા:લીમડી-રાજકોટ હાઈવે ઉપર વાહને ટક્કર મારતાં પદયાત્રી કિશોરનું મોત

તાજપુરકૂઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજના બાલિસણાથી ચોટીલા જતા સંઘને અકસ્માત
  • મૃતક કિશોર સહિત 30 લોકો સંઘમાં જઇ રહ્યા હતા

પ્રાંતિજના બાલિસણાથી ચોટીલા પગપાળા સંઘમાં જતાં કિશોરને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારત મોત થતાં ચકચાર મચી હતી. બાલિસણાથી છેલ્લા 5 વર્ષથી ચોટીલા જઇ રહેલ પગપાળા સંઘને સુરેન્દ્રનગર લીમડી રાજકોટ હાઇવે ઉપર આવેલ છાલિયા તળાવ નજીક વહેલી સવારે 4 વાગ્યે કોઇ અજાણ્યો ભારે વાહનચાલકે રોડની સાઈડમાં જઇ રહેલ 17 વર્ષીય કિશોર ચૌહાણ પ્રકાશસિંહ બાલુસિંહ ને અડફેટે લેતાં શરીરે ઇજાઓ પહોંચાડતા ઘટનાસ્થળે મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક પોતાનુ વાહન લઇને ભાગી ગયો હતો.

બાલિસણાથી ચોટીલા નીકળેલ પગપાળા સંઘમાં 30 લોકો જઇ રહ્યા હતા. જ્યારે અકસ્માત નડતા કિશોરના મોત બાદ અધ વચ્ચેથી પગપાળા જઈ રહેલ સંઘ પરત ફર્યો હતો. તો બે દીકરીઓ વચ્ચે એકના એક પુત્રના મોતને લઈ ને પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને બાલિસણા સહિત પંથકમાં શોકનંુ મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...