પ્રાંતિજના બોરીયા અને કરોલમાં 3 મહિલાઓને કૂતરાંઓએ બચકાં ભરી ઘાયલ કરતાં સારવાર માટે ખસેડાઇ હતી. પ્રાંતિજના બોરીયા સી. ગામમાં ગુરૂવાર સવારે સુમનબા અનુપસિંહ રાઠોડ (32) જેવો પોતાના ખેતરમાં ઘાસચારા માટે બોરના પાણીનું પિયત કરવા ગયા હતા. જ્યાં કૂતરીએ ધસી આવી જીવલેણ હુમલો કરતાં નીચે પટકાતાં ત્રણથી ચાર કૂતરાંઓએ મહિલા પર હુમલો કરતાં મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવી લોકોએ કૂતરાંઓના હુમલામાંથી મહિલાને બચાવ્યા હતા.
ત્યારબાદ તાબડતોડ મહિલાને ખાનગી દવાખાને સારવાર લઈ હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે વધુ એક બનાવામાં પ્રાંતિજના કરોલમાં બે મહિલાઓને કૂતરાંઓએ બચકાં ભરતાં લોહીલુહાણ થતાં બાલિસણા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા. જે મહિલાઓનું નામ સરોજબેન કમલેશભાઈ પ્રજાપતિ અને કૈલાશબેન બાબુભાઈ પટેલ બંને મહિલાઓ વાસીદું નાખવા જતાં શ્વાનોએ ધસી આવી મહિલાઓને બચકાં ભર્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.