ચોરી:પ્રાંતિજના મજરામાં બે ગઠિયા મેલુ નાખી દુકાનમાંથી 70 હજાર લઈ છૂ

તાજપુરકૂઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામદેવ ચવાણા ભંડોળના ગલ્લામાંથી ચોરી થતાં ચકચાર
  • આ શખ્સ વિદેશી છે કહી વેપારીને વાતોના રવાડે ચડાવી કારસ્તાન કર્યું

પ્રાંતિજના મજરા રામદેવ ચવાણા ભંડોળમાંથી બે ગઠિયા મેલુ નાખી ગલ્લામાંથી રૂ.70 હજાર લઇ ચોરી કરી પલાયન થતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. રામદેવ ચવાણા ભંડોળમાં રવિવારે બપોરે બે માસ્ક પહેરેલ શખ્સો કાર રોડ પર ઉભી રાખી દુકાનમાં આવ્યા હતા. જેમાંથી શખ્સે ગાંઠિયાનું પેકેટ લઈ રૂ.100 ની નોટ દુકાન માલિક સામે ઉલટ સુલટ ફેરવી હતી. તે દરમિયાન દુકાન માલિકને બીજા શખ્સે જણાવ્યું કે આ શખ્સ વિદેશી હોવાથી તેને આપણી ભાષામાં ખબર પડતી નથી અને તેના પાસે વિદેશી નાણું પણ હતું.

આ સમયગાળા દરમિયાન જ એક ગ્રાહક રૂ.100 ના પેંડા લેવા આવ્યો હતો અને તેણે દુકાન માલિકને રૂ.500 ની નોટ આપી હતી. જેથી દુકાન માલિકે રૂ.400 પરત આપવા અગાઉથી દુકાનના પૈસા મૂકેલ ગલ્લામાં રૂ.70 હજાર રાખ્યા હતા તેમાંથી રૂ.400 ગ્રાહકને પરત આપ્યા હતા જે આ બંને શખ્સો જોઇ ગયા હતા.

ત્યારબાદ દુકાન બહાર ઉભા રહેલ શખ્સે દુકાન માલિક ગોપાલજીને વાતોના રવાડે ચઢાવી બંને શખ્સોએ નજર ચૂકવી મેલુ નાખી ગલ્લામાં રહેલ રૂ.70 હજાર લઇ પલાયન થઇ ગયા હતા. થોડીવાર બાદ દુકાન માલિક ગોપાલજીને આ બાબતે અહેસાસ થયો હતો. દુકાન માલિકે જણાવ્યું કે દુકાનના સીસીટીવી કેમેરા પણ બે દિવસથી બંધ હાલતમાં છે. ઘટના અંગે પોલીસને જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...