માંગ:પ્રાંતિજના ગેડથી સાપડ રોડ પરના ગરનાળાનું સમારકામ કરવા માંગ

સલાલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા દરમ્યાન વરસાદથી ધોવાણ થયા બાદ આજસુધી સમારકામ કરાયું નથી

પ્રાંતિજ તાલુકાના ગેડથી સાપડ જતા રોડ ઉપર ગેડ ગામની સીમમાં થી પસાર થતા રોડ ઉપર પાણીના વહેણ ઉપર ગરનાળું બનાવવામાં આવ્યું હતું. જે ગત ચોમાસા દરમ્યાન વરસાદથી ધોવાણ થતા ભયજનક બની જવા પામ્યું છે.જેથી ગેડ ગામ જનોએ ચિંતા વ્યક્ત કરી છે. રણજીતસિંહ રાઠોડના પરિવારે જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન ગરનાળાનું ધોવાણ થયું છે પરંતુ આજદિન સુધી તેનું સમાર કામ કરવામાં આવ્યું નથી ખેડૂતોને રાતદિવસ અહીંયા અવર જવર કરવી પડે છે ભયજનક ગરનાળા થી અકસ્માત નો ભય સતાવી રહ્યો છે ખેડૂતોની જમીન અને ઓરડીનું ધોવાણ થવાથી નુકસાન થવાની ભીતી વ્યક્ત કરી હતી ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર ઘોર નિંદ્રા મા હોય તેવું લાગી રહ્યું છે ભય જનક હોવા છતાં પણ સમારકામ કરવામાં આવતું નથી ગરનાળા ના કામ વખતે ધોવાણ થવાનો ખ્યાલ રાખ્યો હોય તો ધોવાણ અટકી ગયું હોત રોડના અને ગરનાળાના કામ બાબતે ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી હતી ગેડ ગામજનોની માંગ ઉઠી છે કે સત્વરે ગરનાળાનું સમાર કામ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...