માંગ:પ્રાંતિજના ઝીંઝવામાં ગટરનું સમારકામ કરવા માંગ, સ્થાનિકોમાં રોગચાળાનો ભય

સલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટરના ગંદા પાણીમાંથી ગામલોકો પસાર થવા મજબૂર બન્યા

પ્રાંતિજના ઝીંઝવામાં ગટરનું પાણી રસ્તા ઉપર વહેતા ગામની જનતાને હાલાકી પડતી હોવાની રાવ ઉઠવા પામી છે. ગટરના પાણી થી ગંદકીના ઉપદ્રવ થવાથી રોગચાળો પપ ફેલાવવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. ઝીંઝવા ગામના સરપંચ સંગીતાબેન મકવાણા ના પતિ પ્રવિણજી મકવાણાએ જણાવ્યું હતું કે નવી ગટર લાઈન માટે ગ્રાન્ટ ફાળવાઇ છે. પરંતુ ચૂંટણી આચારસંહિતા લાગુ થતાં કામ થઈ શક્યું નથી.

અન્ય સમાચારો પણ છે...