પ્રાંતિજના પુનાદરાથી રવિવારે નીકળેલ દંપતી પરત ન ફરતા જમાઇ અને દીકરીને શોધવા દરમિયાન સોમવારે મળસ્કે તલોદ - મજરા રોડ પર એક ફેક્ટરી આગળ કારમાં મહિલા મૃત હાલતમાં મળી હતી. પુરૂષને સારવાર અર્થે લઇ જવા દરમિયાન તેનું મોત થતાં પોલીસે એ.ડી. નોંધી છે.
માણસાના સમૌના મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર તેમની પત્ની અજરતબા સાથે પ્રાંતિજ તાલુકાના પુનાદરા ગામે સાસરીમાં રહેતા હતા અને ખેતી સહિત દુકાન પણ હતી. દંપતી રવિવારે ઘરેથી નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી તા.06-06-22 ના રોજ મળસ્કે તલોદ મજરા રોડ પર કલ્પતરૂ ફેક્ટરી આગળ રોડની સાઇડમાં કાર નં. જી.જે-16-એ.એ-7735 જોવા મળતાં તેમાં તપાસ કરતાં અજરતબા મૃત અવસ્થામાં અને મહેન્દ્રસિંહ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં મળ્યા હતા.
બંનેએ ઝેરી દવા પીધું હોવાનું જણાતાં પહેલા પ્રાંતિજ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાતા સારવાર મળે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લઇ લીધા હતા. મળતી વિગતો મુજબ મહેન્દ્રસિંહ ઘણા વર્ષોથી સાસરીમાં રહેતા હતા અને 20 વર્ષની પુત્રી તથા 18 વર્ષના પુત્રને અગમ્ય કારણોસર રડતા મૂકી દુનિયાને અલવિદા કરી ગયા છે બંનેએ કયા સંજોગોમાં જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો તેની એડી નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.