ભયનો માહોલ:મોયદ ગામની સીમમાં જંગલી જાનવરે વાછરડાનું મારણ કર્યું

સલાલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૂવા અને બોર પર રહેતા પરિવારોમાં ભય

પ્રાંતિજના મોયદની સીમમાં જગલી જાનવર આવતું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે અને વાછરડાનું મારણ થયું હોવાથી કૂવા બોર ઉપર રહેતા પરિવારોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. મોયદની સીમમાંથી પસાર થતી રેલવે લાઈન પાસેની સીમમાં ત્રણ દિવસ પૂર્વે રાત્રી દરમ્યાન વાછરડા ઉપર હુમલો કરી તેનું મારણ કરતા સવારે આજુબાજુના ખેડૂતોને મૃત વાછરડું જોવા મળ્યું હતું.

આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા વાછરડાના ગળાના ભાગમાં ઈજાઓ દેખાઈ હતી. જેથી ખેડૂતોનું અનુમાન છે કે જંગલી જાનવર દ્વારા હુમલો થયો હોઇ શકે છે. બીજા દિવસે કૂતરાંઓએ વાછરડાના મૃતદેહને ચુંથી નાખ્યો હતો આ બાબતે જંગલ ખાતા દ્વારા તપાસ કરવા ખેડૂતોની માગ ઉઠવા પામીછે.

અન્ય સમાચારો પણ છે...