પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પર આવેલ મોબાઇલની દુકાનમાંથી ચોરોએ દુકાનની છતનું પતરું ખોલી દુકાનમાં ઘૂસી 10 મોબાઇલ કિં. 80હજારની ચોરી કરી ફરાર થઇ જતાં દુકાનમાલિકે પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
મજરા ત્રણ રસ્તા પર આવેલ આર.એસ. મોબાઇલની દુકાનમાં તસ્કરોએ રાત્રે નિશાન બનાવતા દુકાનની ઉપરના ભાગે આવેલ છતનું પતરું ખોલી દુકાનમા ઘૂસી સરસામાન વેરવિખેર કરી વેચાણ અર્થે રાખેલ મોબાઇલ તથા દુકાનમા રિપેરિંગ માટે આવેલ કુલ 10 મોબાઇલ કિં. 80હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી કરવા આવેલ તસ્કરો આજુબાજુમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દુકાન માલિક રાઠોડ ભાવેશ કુમાર શનાજીએ 80હજારના મોબાઇલ ચોરાયાની ફરિયાદ પ્રાંતિજ પોલીસમાં નોંધાવી હતી. પ્રાંતિજ સહિત તાલુકામાં વાહન ચોરી, ઘરફોડ તથા ઈકોના સાયલેન્સરની ચોરીની ઘટનાઓ બનતી રહે છે. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.