કાર્યવાહી કરવા રજૂઆત:પોશીનાના ગંછાલી ગામે વટાળ પ્રવૃત્તિ ચલાવતા લોકોનો વિરોધ

પોશીના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ગુનાઓ થતાં અટકાવવા ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત

પોશીના તાલુકા વિસ્તાર આદિવાસી બહુલ વસ્તી ધરાવતો વિસ્તાર છે. જેઓ આદીકાળથી મુળ હિન્દુ પારંપારીક રીતરીવાજ મુજબ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલ છે ત્યારે ઘણા સમયથી આ વિસ્તાર ની ગરીબ ભોળી પ્રજા ને વિવિધ લોભ લાલચો આપી વટાળ પ્રવૃત્તિ ચલાવતા લોકો મુળ ધર્મ છોડી અન્ય ધર્મ અપનાવવાની પ્રવૃત્તિઓ ચલાવામા આવી રહી છે.

જ્યારે આ ગામમા રહેતા તમામ લોકો અનુસુચિત જનજાતિના પકૃતી પૂજક છે જ્યારે પંચાયત રેકર્ડ ઉપર પણ કોઈ ખ્રિસ્તી નથી ત્યારે કેટલાક વટાળ પ્રવૃત્તિઓ ચલાવતા લોકો દ્વારા એકજ કોમના વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ થાય તેવા બદહેતુથી ખોટી ઉશ્કેરણી કરી પોશીનાના ગંછાલી ગામમાં (ઉપલા ફળો)માં તા.11.7.22 ના રોજ ખ્રિસ્તી ધર્મ રીતરીવાજ મુજબ ખોટી અને ગેરકાયદેસર રીતે લગ્ન કરાવવાનો કાર્યક્રમ કરવામા આવનાર છે.

જેથી આ કાર્યક્રમ થાય તો આજુબાજુ વિસ્તાર મા રહેતા તમામ હિન્દુ ધર્મના અમારા લોકોની લાગણી દુભાય ઉશ્કેરાટ થાય તથા સમાજમા વર્ગ વિગ્રહ થાય અને ગામનુ સમાજનુ તથા વિસ્તાર નુ વાતાવરણ ડહોળાવાની ભીતી લઈને સ્થાનિક ગંછાલીની ધર્મર રક્ષા સમિતી દ્વારા (11) લોકો વિરુદ્ધ નામ જોગ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...