આક્રોશ:પોશીનાના દેલવાડા(છો)માં મુખ્ય બજારમાં ઉભરાતી ગટરથી આક્રોશ

પોશીના20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરની ગંદકીથી ગામલોકોમાં રોગચાળો ફેલાવાનો ભય

પોશીના તાલુકાના દેલવાડા(છો)ગામમાં મેઈન બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાઈ જવાથી ગટરના ગંદા પાણી રોડ ઉપર વહેતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. મેન બજાર વિસ્તારમાં દિવસ દરમિયાન લોકોની ભારે અવરજવર રહેતી હોવાથી રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગંદા પાણીથી દુર્ગંધ મારતું હોવાથી આસપાસના રહીશો પણ હેરાન પરેશાન થઇ રહ્યા છે. તેમજ ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જેથી દેલવાડા પંચાયત ગટરોની સાફ-સફાઈ કરીને ઉભરાતી ગટરોની સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...