લમ્પી વાયરસ:પોશીનાના અજાવાસ પંથકમાં 6 પશુઓમાં લમ્પી વાયરસ દેખાયો

પોશીના3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંથકના લોકોને આ રોગ અંગે જાગૃત કરવા તંત્ર સમક્ષ માંગ

પોશીનાના અજાવાસ પંથકમાં 5 થી 6 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતાં પશુ તબીબે સારવાર કરી દીધું હોવાનું જણાવ્યું હતું. તબીબે પંથકની ડેરીના સેક્રેટરીઓને પણ આ અંગે જાણ કરી હોવાનું વધુમાં જણાવ્યું હતું.પોશીનાના અજાવાસના રાજેટાફળોમાં રહેતા મોડાભાઈ કાળાભાઈ ગમાર નામના ખેડૂતના બળદમાં એક સપ્તાહ પહેલા લમ્પી વાયરસના લક્ષણો દેખાતાં ધીરે ધીરે બળદે ઘાસચારો ખાવાનુ બંધ કરી દીધુ હતું અને ગળાનો ભાગ ફૂલી ગયો હતો.

તંત્ર દ્વારા આ રોગ બાબતે લોકોને જાગૃત કરવામાં આવે તેવી માંગ છે. આ બાબતે પોશીના વેટરનરી ડો.પી.જે. ચાવડાઅે જણાવ્યું કે હાલ આ વિસ્તારમાં પાંચથી છ જેટલા પશુઓમાં આ રોગ જોવા મળેલ છે અને આ વિસ્તારની દૂધ મંડળીઓના સેક્રેટરીઓને આવા લક્ષણો ધરાવતા પશુઓની જાણ કરી છે અને માહિતી મળે તેમ આ અંગેની પશુઓની સારવાર કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...