પોશીના તાલુકાના રાજસ્થાન સરહદે આવેલ કોટામાં આવેલ જમીનમાં કોઇ ભાગ કે હિસ્સો ન હોવા છતાં પિતા અને તેના 6 પુત્રોએ જમીન છેલ્લા એક વર્ષથી પચાવી પાડતાં જમીન માલિકે ખેરોજ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા અને તેના 6 પુત્રો સામે ફરિયાદ નોંધી છે. જેની વધુ તપાસ ઇડર ડીવાયએસપી કરી રહ્યા છે.
પોશીનાના કોટડામાં સર્વે નંબર 394માં 1.41 હેક્ટર જેટલી જમીન છેલ્લા એક વર્ષથી કોઈ લાગ કે હિસ્સો ન હોવા છતાં ગેરકાયદેસર રીતે પચાવી પાડવા બાબતે કોટડાના ખોખરીયા ફળોમાં રહેતા કાળાભાઈ હખરાજી ખોખરીયાએ ગામના જ ભૂરાભાઈ કાળાભાઈ ગમાર અને તેમના છ પુત્રો- ચુનાભાઈ ભૂરાભાઈ ગમાર, રામજીભાઈ ભૂરાભાઈ ગમાર, ખગરાભાઈ ભૂરાભાઈ ગમાર, હસનાભાઈ ભૂરાભાઈ ગમાર, પોપટભાઈ ભૂરાભાઈ ગમાર, રાજુભાઈ ભૂરાભાઈ ગમાર સામે ખેરોજ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
આ અંગે ખેરોજ પી આઈ. બી.પી.ડોડીયાએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર ગુનાની વધુ તપાસ ઈડર ડી.વાય.એસ.પી. ડી.એમ. ચૌહાણ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.