કાર્યવાહી:પોશીના તાલુકાની આંજણી બોર્ડરથી 1.50 લાખના ગાંજાની હેરાફેરી કરતા 3 ઝડપાયા

પોશીના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંજા સાથે પકડાયેલા હિતેશકુમાર ગણપતભાઈ કટારીયા અને પ્રકાશભાઈ કચરાભાઈ કટારીયા (બંને રહે. દિયોદર) - Divya Bhaskar
ગાંજા સાથે પકડાયેલા હિતેશકુમાર ગણપતભાઈ કટારીયા અને પ્રકાશભાઈ કચરાભાઈ કટારીયા (બંને રહે. દિયોદર)
  • બનાસકાંઠાના દિયોદરના બે શખ્સો પાસેથી 9.800 કિલો અને પાટણના શખ્સ પાસેથી 4.800 કિલો ગાંજો ઝડપાયો

પોશીના પોલીસે રાજસ્થાન બોર્ડર પર આવેલ આંજણી ચેકપોસ્ટ પર બે કિસ્સામાં પાટણ અને દિયોદરના ત્રણ શખ્સોને 1.50 લાખના ગાંજા સાથે ઝડપી એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોશીના પીએસઆઇ એસ.જે.ગોસ્વામીએ જણાવ્યું કે જીપ નંબર જીજે-09-બી-4392 આંજણી તરફથી પોશીના તરફ જઈ રહી હતી તેને રોકી તપાસ કરતાં પાછળની સીટમાં બેઠેલ બે શખ્સો પાસે કાપડનો થેલો અને એક પ્લાસ્ટિકની મોટી બેગ હોઇ શંકા ગઈ હતી જેને પગલે પ્લાસ્ટિકની બેગ અને કાપડના થેલામાં તપાસ કરતાં 9.800 કિલો માદક પદાર્થ મળ્યો હતો

ગોવિંદજી ધારશીજી ધુળાજી ઠાકોર (રહે.) શાંતિનાથ સોસાયટી હાંસાપુર તા. પાટણ
ગોવિંદજી ધારશીજી ધુળાજી ઠાકોર (રહે.) શાંતિનાથ સોસાયટી હાંસાપુર તા. પાટણ

ગાંજો હોવાની સંભાવના જણાતા એફએસએલની મદદ લેવાઈ હતી બંને શખ્સો હિતેશકુમાર ગણપતભાઈ કટારીયા અને પ્રકાશભાઈ કચરાભાઈ કટારીયા (બંને રહે. રામાપીરના મંદિર પાછળ દિયોદર જિ. બનાસકાંઠા) ની અટક કરી રોકડ રકમ રૂ.8170 અને બે મોબાઈલ સહિત કુલ રૂ. 1,11,670 નો મુદ્દા માલ કબ્જે લઈ બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો.બીજા કિસ્સામાં આંજણી તરફથી આવી રહેલ જીપ નંબર જીજે-04-ડી-2994ની તપાસ દરમિયાન પાછળની સીટમાં બેઠેલા શખ્સના ખોળામાં એક કાપડનો થેલો મૂકેલો હતો શંકાને આધારે થેલામાં તપાસ કરતાં 4.800 કિલોગ્રામ ગાંજો મળ્યો હતો.

ગોવિંદજી ધારશીજી ધુળાજી ઠાકોર (રહેવાસી શાંતિનાથ સોસાયટી ઊંઝા હાંસાપુર ત્રણ રસ્તા પાસે હાંસાપુર તા. જી. પાટણ) ની અટક કરી પૂછપરછ કરતાં હરિદાસ (રહેવાસી સિકોતર માતાનું મંદિર હાંસાપુર પાટણ)ની સૂચના મુજબ ગાંજાનો જથ્થો મંગાવતા હતા. પોશીના પોલીસે કુલ રૂ.50,300 ના મુદ્દા માલ સાથે અટક કરી એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...