પોશીનાના કાલીકાંકરના રોપાડોરાફળોમાં ગેરકાયદે બંદૂક હોવાની બાતમી આધારે રેડ કરવા ગયેલ પોશીના પોલીસ પર શખ્સે ફાયરિંગ કરતાં પોલીસ કોન્સ્ટેબલને થાપામાં ગોળી વાગી હતી. દરમિયાન ટોળુ આવી જતા પથ્થરમારો પોલીસ પર કરતાં 4 અન્ય પોલીસકર્મી ઘાયલ થતાં પોલીસે આ પ્રકરણમાં 10 લોકોની ધરપકડ કરી છે અને 7 સામે નામજોગ ફરિયાદ નોંધાઇ છે.
પોશીનાના કાલીકાંકરના રોપાડોરાફળોમાં બુધવારે દેશી હથિયારની તપાસ કરવા ગયેલી પોશીના પોલીસ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ બાદ 100 થી વધુ માણસોના ટોળાએ પોલીસ ઉપર ઘાતકી હુમલો કરતાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. જે બાબતે પોશીના પોલીસ કોન્સ્ટેબલ વાસુભાઇ ઇન્દુભાઈ સોલંકીની ફરિયાદના આધારે પોલીસે 7 શખ્શો સામે નામજોગ અને 100થી વધુના ટોળા વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરતાં ગુરૂવારે કાલીકાંકરના રોપાડોરા ફળોની નજીક આવેલા ડુંગરોમાંથી પોલીસ દ્વારા 10 શખ્સોની અટકાયત કરી તમામને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
આમની ધરપકડ કરાઇ
1. મકનાભાઈ ગોપાભાઈ ગમાર
2. સાધુભાઈ હોનાભાઈ ગમાર
3. અજીતભાઈ સાયબાભાઈ ગમાર
4. અન્દુબેન મકનભાઈ ગમાર
5. દિવાળીબેન કાંતુભાઈ ગમાર
6. ગુજરીબેન મણસાભાઈ ગમાર
7. લાસુબેન મોનાભાઈ ગમાર
8. હોમીબેન અણદાભાઈ ગમાર
9. કાળીબેન કાંતુંભાઈ ગમાર
10. કોકીલાબેન મોહનભાઈ ગમાર
ઘાયલ પોલીસકર્મીને અમદાવાદ ખસેડાયો
ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલ અમિતભાઈ મોડિયાને હિંમતનગરમાં સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડાયા હતા.
આમની સામે ફરિયાદ
1. જોશીભાઈ તેજાભાઈ ગમાર
2. ચોખલીબેન તેજાભાઈ ગમાર
3. ગીતાબેન જોશીભાઈ ગમાર
( ત્રણેય રહે. ગૌરીફળો, કાલીકાંકર, તા. પોશીના )
4. કમલેશભાઈ દિતાભાઈ ગમાર
5. અજિતભાઈ સાયબાભાઈ ગમાર
6. મકનાભાઈ ગોપાભાઈ ગમાર
7. સાપુભાઈ સેનાભાઈ ગમાર
(ચારેય રહે. રોપાડોરા ફળો, કાલીકાંકર, તા. પોશીના)
તથા બીજા આશરે 100 જેટલા માણસોનું ટોળું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.