હિંમતનગર તાલુકાના કનાઈમાં રવી સોમવારની રાત્રિ દરમિયાન ત્રણ ખેતરમાંથી લણણી કરેલ કુલ 12 મણ એરંડાની ચોરી થવાને મામલે રૂરલ પોલીસે કનાઈ ગામના જ ત્રણ શખ્સોને સીએનજી રિક્ષામાં એરંડા ભરી લઈ જતા ઝડપી પાડ્યા હતા.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કનાઈ ગામના મહંમદ અલી રહીમભાઈ રાજપુરાના દાદાવાળા ટેબા નામથી ઓળખાતા ખેતરમાં દિવેલાના પાકની પાંચેક દિવસ અગાઉ લણણી કરી સુકાવા માટે ઢગલો કરેલ હતો. તેમાં એક બાજુથી દિવેલા કાઢી લીધા હોય તેવું સોમવારે સવારે જોવા મળતા તપાસ કરતા વેરાયેલ દિવેલાની પાછળ પાછળ જતા કાચા રસ્તા સુધી દિવેલા વેરાયેલા જોવા મળ્યા હતા.
જેથી દિવેલાની ચોરી થઈ ગયાની ખબર પડતા આજુબાજુના ખેતરના યાકુબભાઈ નાસીરભાઈ રાજપુરાના ખેતરમાંથી ચાર મણ દિવેલા અને આબિદઅલીના ખેતરમાંથી 6 મણ દિવેલાની ચોરી થયાની જાણ થઈ હતી.
રૂરલ પોલીસે મહમદ અલી રહીમભાઈ રાજપુરાની ફરિયાદને પગલે ફુલ 12 મણ એરંડા કિંમત રૂપિયા 14,400 ની ચોરી થવા અંતર્ગત ગુનો નોંધ્યો હતો અને રુરલ પોલીસના જણાવ્યાનુસાર કનાઈ ગામના કાળુસિંહ અગરસિંહ મકવાણા વનરાજસિંહ કરણસિંહ પરમાર અને રંગુસિંહ રાધુસિંહ મકવાણા સીએનજી રક્ષા નંબર જીજે-09-એએ ક્સ-4798મા ં 12 મણ દિવેલા ભરીને ઇલોલમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.