ધરપકડ:ઇડરમાં વેપારીના 60હજાર ચોરનાર ઝબ્બે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી દુકાનને તાળું મારવા ગયો અને બાઈક લઈ ગઠિયા રૂપિયા લઇ ફરાર થઇ ગયો હતો
  • પોલીસે ગણતરીના કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો, એક ગઠિયો પકડાવાનો બાકી

ઈડરમાં મોહનપુરા રેલવે ફાટક નજીક ગુરુવારે સમી સાંજે બિયારણની પેઢીના મેનેજર બાઈક ઉપર કેશની બેગ મૂકી શટલને તાળું મારવા ગયા અને ગઠીયા બેગ સહિત બાઇક લઈને ફરાર થઈ જવાના મામલામાં પોલીસે ગણતરીના સમયમાં એક શખ્સને કાનપુર નજીકથી ઝડપી લીધો હતો જ્યારે બીજો ગઠીયો પૈસા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઈડરના મોહનપુરા રેલવે ફાટક નજીક આવેલ વિશ્વનાથ ટ્રેડર્સ નામની પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કનુભાઈ કચરાભાઈ ભાટીયા ઉ.વ.68 (રહેલાલપુર(બ) તા. 01/09/22 ના રોજ સાંજે 7:15 વાગ્યાના સુમારે તેમના દીકરા પરેશ ભાટિયાના નામનું બડોલી નાગરિક સહકારી શરાફી મંડળીનું ફિક્સ ડિપોઝિટ નું સર્ટિફિકેટ અને ઓફિસની રોકડ રકમ ₹50,000 તથા તેમના પોતાના ₹10000 બેગમાં મૂકી બેગને તેમની બાઈકના હુકમાં ભરાવી શટલને તાળું મારવા ગયા હતા.

શટલને તાળું મારી પાછળ ફરતા બાઈક ગાયબ થઈ ગયા નું જોવા મળ્યું હતું જેને પગલે આજુબાજુમાં પણ તેમણે બાઇક કોણ લઈ ગયાની પૂછપરછ કરી હતી ઈડર પોલીસને જાણ કરતા ગણતરીના સમયમાં પોલીસે એક શખ્સને કાનપુર નજીકથી બાઈક સાથે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ₹4,200 મળી આવ્યા હતા જ્યારે બાકીના રૂપિયા લઈને બીજો શખ્સ ફરાર થઈ ગયો હતો પોલીસે સંજય પ્રવીણભાઈ કલાસવા (રહે. વાગપુર-શામળાજી તા. મેઘરજ)ની પૂછપરછ કરી તેની સાથેના શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...