રોષ:હિંમતનગરમાં BJP પાસે ઠાકોર સમાજના યુવાઓએ ટિકિટ માંગી

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી બાદ ઠાકોર સમાજને એકેય પક્ષે પ્રતિનિધિત્વ ન આપ્યું હોવાનો રોષ
  • હિંમતનગરમાં ઠાકોર સમાજના ઉમેદવારને તક મળશે તો મતદારો એક જૂટ થઈ 20હજારથી વધુ મતથી જીત અપાવશે નો યુવાઓ દ્વારા હુંકાર

હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવારની જાહેરાત કરી નથી. ત્યારે શુક્રવારે કડવા પાટીદાર સમાજ દ્વારા અને શનિવારે ઠાકોર સમાજના યુવાઓ દ્વારા ટિકિટની માંગણી કરતાં ભારે અજંપો પેદા થયો છે. યુવા ઠાકોર અગ્રણીઓ દ્વારા આક્રોશ ઠાલવાયો છે કે આઝાદીના 70 વર્ષ બાદ પણ ઠાકોર સમાજને એક પણ રાજકીય પક્ષ દ્વારા પ્રતિનિધિત્વ અપાયું નથી. અમારા સમાજના ઉમેદવારને તક મળશે તો અમારો સમાજ 20હજારથી વધુ મતથી જીત અપાવશે.

શુક્રવારે કડવા પાટીદાર સમાજે પ્રતિનિધિત્વ આપવા માંગ કર્યા બાદ ઠાકોર સમાજના યુવા અગ્રણીઓ શનિવારે હિંમતનગરમાં એકઠા થયા હતા અને બેઠક બાદ ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે માંગ કરી હતી. સામાજીક કાર્યકર વિજયસિંહે જણાવ્યું કે આઝાદીના સાત દાયકા બાદ પણ ઠાકોર સમાજને હિંમતનગર બેઠક ઉપર પ્રતિનિધિત્વ મળ્યું નથી એક પણ રાજકીય પક્ષે ઠાકોર સમાજના સૌથી વધુ મત હોવા છતાં મહત્વ આપ્યું નથી.

જ્યારે ભાવપુરના યુવા સરપંચ અર્જુનસિંહ રાઠોડે જણાવ્યું કે આ બેઠક પર 80હજારથી વધુ ઠાકોર સમાજના મતદારો છે આ વિસ્તારના લોકોની સમસ્યાઓને સમજી છે તેનો હલ લાવવા પ્રયાસ કરી શકે તેવા ઠાકોર સમાજના ઉમેદવારની જરૂર છે. ભાજપ દ્વારા ઠાકોર સમાજના પ્રતિનિધિને તક અપાશે તો હિંમતનગર બેઠક પર ઠાકોર સમાજના મતદારો એક થઈ 20હજારથી વધુ મતથી જીત અપાવશે. સમાજને નજર અંદાજ કરાશે તો સમાજ નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...