પોશીનાના ટેબડામાં શનિવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે હાથમાં તલવાર લઈ આવેલ શખ્સોએ તારો દીકરો મારા ઘેર આવી અગાઉ નું વેર કેમ આપતો નથી તેમ કહી અવારનવાર મારા ઘેર કેમ આવે છે કહી અપશબ્દો બોલી મહિલાને માથામાં તલવાર ઝીંકતા ભોગ બનનારની ફરિયાદને આધારે ખેરોજ પોલીસે ત્રણ જણાં વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ટેબડામાં રહેતા વિનોદભાઈ લુકાભાઈ રાઠોડ તા. 31-12-22 ના રોજ તેમની પત્ની ચંપાબેન સાથે ઘર આગળ બેઠેલા હતા તે દરમિયાન ગામના અરવિંદભાઈ ભરતભાઈ રાઠોડ તલવાર લઇ તેમની સાથે ભરતભાઈ જેથાભાઇ રાઠોડ અને રમેશભાઈ જેથાભાઈ રાઠોડ ને લઈ આવી ચંપાબેનને અપશબ્દો બોલી કહેવા લાગેલ કે તારો દીકરો કાંતિભાઈ મારા ઘેર આવી અગાઉનું વેર કેમ આપતો નથી કહી અવારનવાર મારા ઘેર કેમ આવે છે એવું કહેતા અપશબ્દો બોલવાનીના પાડતાં અરવિંદભાઈએ તલવાર ચંપાબેનનેના માથા પર ઝીંકી દેતાં કપાળના ભાગે ઇજાઓ થઈ હતી
આ દરમિયાન ચંપાબેનને બચાવવા વચ્ચે પડતાં વિનોદભાઈને પણ ઇજાઓ થઈ હતી સાથે આવેલ ભરતભાઈ અને રમેશભાઈએ પણ બંનેને માર માર્યો હતો. વિનોદભાઈની ફરિયાદને પગલે ખેરોજ પોલીસે અરવિંદભાઈ ભરતભાઈ રાઠોડ, ભરતભાઈ જેથાભાઈ રાઠોડ અને રમેશભાઈ જેથાભાઇ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.