ડોક્ટરોનો વર્કશોપ યોજાયો...
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના ઉપક્રમે જી.એમ.ઈ.આર. એસ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લામાં PC PNDT એક્ટના વિસ્તૃત જાણકારી તથા અમલવારી અર્થે ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ PC & PNDT એક્ટ હેઠળના રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં PC PNDT એક્ટ અંગેની વિસ્તૃત જાણકારી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.એસ.ચારણ દ્વારા આપવામાં આવી હતી.
વર્કશોપમાં આર.સી. એચ.ઓ ડો. શબ્બીરઅલી દેધરોટીયા, FOGSI સાબરકાંઠાના પ્રમુખ ડો. સંદીપ પટેલ સહીત સાબરકાંઠા જિલ્લાના PC & PNDT એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા 92 ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. તેઓને PC & PNDT એક્ટનું અમલીકરણ કરવા માટે તેમજ મહત્ત્વની સૂચનાઓ આપવા આવી હતી. PC & PNDT એક્ટ અન્વયે ફોર્મ ફોટોમાં કોઈપણ ક્ષતિ કે ભૂલો, સર્ચ & સીઝરની કાર્યવાહી દરમિયાન જોવામાં આવે તો તે વહીવટી ભૂલ ગણી શકાય નહીં તે અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. સેક્સ રેશીયો ઊંચો લાવવા માટે એક્ટનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. વર્કશોપમાં ઉપસ્થિત તબીબોને કાયદાના પાલન સંબંધિત પ્રશ્નો અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
સિંગલયુઝ પ્લાસ્ટીક મુક્ત અભિયાન...
હિંમતનગર શહેરમાંથી પ્રતિબંધીત તેમજ સિંગલયુઝ પ્લાસ્ટીક મુક્ત કરવા તથા સિંગ્લયુઝ પ્લાસ્ટીકના વપરાશથી પર્યાવરણને થતી અસરોને નિવારવા માટે અભિયાનનો પ્રારંભ કરવામાં આવનારો છે. ત્યારે આરોગ્ય વિભાગની મીટીંગ મળી હતી. જેમાં સિંગલયુઝ પ્લાસ્ટીકનો વપરાશ કે વેચાણ કરતા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
આ અંગેની વિગત એવી છે કે, ગુરૂવારના રોજ આરોગ્ય વિભાગના ચેરમેન રાજેશભાઇ પટેલની ઉપસ્થિતમાં બેઠક યોજાઇ હતી. જેમાં ભારત સરકાર તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારા નિયમો-2021) અનવ્યે સિંગલયુઝ પ્લાસ્ટીક વસ્તુઓના ઉત્પાદન, સ્ટોકીંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ત્યારે હિંમતનગર શહેરમાં પણ સિંગલયુઝ પ્લાસ્ટીકનો વપરાશ કે વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. પ્લાસ્ટીક તેમજ સિંગલયુઝ પ્લાસ્ટીકના વેચાણ કરતા વેપારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. તેમ છતા હજુ પણ કેટલાક વેપારીઓ પ્રતિબંધીત પ્લાસ્ટીક સિંગલયુઝ પ્લાસ્ટીકનો વપરાશ કે વેચાણ કરી રહ્યા છે. ત્યારે પ્લાસ્ટીક બાયલોઝ મુજબની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, ચીફ ઓફિસર નવનીતભાઇ પટેલ, સ્વચ્છ ભારત મિશનના ચેરમેન જીનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મીટીંગનુ સંચાલન આરોગ્ય વિભાગના વડા રાજેન્દ્રસિંહ જે. ચૌહાણ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દિપકભાઇ જાની દ્વારા કરવામાં આવ્યુ હતુ.
વીજ સલામતી દિનની ઉજવણી...
હિંમતનગર ખાતે યુજીવીસીએલ કચેરી દ્વારા વીજ સલામતી દિન અને લાઇનમેન દિવસની ઉજવણી પરખ સંસ્થાના પ્રમુખની ઉપસ્થિતમાં કરવામાં આવી હતી. જેમાં ઉદ્ઘાટક અને મહેમાન પદે વી.એમ શ્રોફ તેમજ વી.આર. બારોટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં હિંમતનગર યુજીવીસીએલના નાયબ ઈજનેર નિશાબેન પટેલે શાબ્દિક સ્વાગતમાં મહેમાનોને આવકાર્યા હતા. નાયબ ઇજનેર શિલ્પાબેન પટેલે હિંમતનગરની ત્રણે વિભાગીય પેટા કચેરીઓનો અહેવાલ અને ઉપલબ્ધિઓની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લાઈન મેનોને સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતુ. કુ. કૌશલ્યા કુંવરબા અને શ્રોફ સાહેબે વિવિધ ઉપલબ્ધીઓની સાથે યુજીવીસીએલની સાતત્યપૂર્ણ, વિશ્વસનીય અને ગુણવત્તા યુક્ત સેવાઓને બિરદાવી લાઈન મેનોને યોદ્ધા તરીકે નવાજી રાષ્ટ્રના નિર્માણમાં અને ગુજરાત મોડલને વિકસિત કરવામાં યોગદાન આપવા હાંકલ કરી હતી.
આ પ્રસંગે સૌએ સલામતી સંદર્ભે પ્રેઝન્ટેશનના નિદર્શન સાથે સાથે પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રો. ડો.અરવિંદ એસ. પટેલ અને આભાર વિધિ નાયબ ઇજનેર હિંમતનગર ટાઉન દિનેશભાઈ બી. પટેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે એ.એ. ખણુંશિયા તેમજ અધિકારી વર્ગે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લાઈન મેન તથા વીજકંપનીના કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.