મહિલાઓનો હલ્લા બોલ:હિંમતનગરમાં મહિલાઓનું આંદોલન બન્યું ઉગ્ર; જિલ્લા કચેરીએ આક્રોશ સાથે સુત્રોચ્ચાર

સાબરકાંઠા (હિંમતનગર)17 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકાની આગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનો સરકારી કર્મચારીમાં સમાવેશ કરવાની માગ સહિત 1લી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલી છે. દરરોજ આંગણવાડી બહેનો તાલુકા મથકે અલગ અલગ કાર્યક્રમો કરે છે અને માગ કરે છે. સાબરકાંઠા જિલ્લાની 1914 આંગણવાડી કાર્યકર અને 1853 તેડાઘર બહેનો હાલમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે. અને આંગણવાડી અને તેડાઘર બહેનોની માંગણી નહીં સંતોષાતા આખરે મહિલાઓ આંદોલનના મૂડમાં છે.

હિમતનગરમાં બુધવારે જિલ્લાની મહિલાઓ એકત્ર થઇ હતી. ત્યારબાદ સુત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે હિંમતનગરની જિલ્લા પંચાયત પહોચી હતી. જ્યાં આક્રોશ સાથે બહેનો માંગણીઓને લઈને સુત્રોચ્ચાર કર્યા હતા. તો જિલ્લા પંચાયતના પ્રવેશદ્વારે બેસી ગઈ હતી. આ અંગે હિંમતનગર તાલુકાની આંગણવાડીના અગ્રણી કંચનબેન અમીને જણાવ્યું હતું કે, આંગણવાડી મહિલાઓના પડતર માંગણી અને સરકારી કર્મચારીના સમાવેશ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહશે. સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને આંગણવાડીમાં તાળા ખોલવામાં નહીં આવે તેવી વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...