દુર્ઘટના:કન્ટેનરે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું માથું ટાયરમાં આવતાં મોત

તાજપુરકૂઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજના મજરા ત્રણ રસ્તે ઓવરબ્રિજના છેડે ગમખ્વાર અકસ્માત
  • દંપતી એક્ટિવા પર અમદાવાદ તરફ જતું હતું, પતિ ઇજાગ્રસ્ત

હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઇ રહેલ કન્ટેનરના ચાલકે મજરા ત્રણ રસ્તા નજીક એક્ટિવાને ટક્કર મારતાં દંપતી રોડ પર પટકાતાં પત્નીનું માથું કન્ટેનરના પાછળના ટાયરમાં આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ચકચારી ઘટનાની વિગત એવી છે કે પ્રાંતિજનું ભાવસાર દંપતી એક્ટિવા નં. જી.જે-9-એ.પી-7881 લઇને શુક્રવારે સવારે અમદાવાદ તરફ જવા નીકળ્યું હતું અને મજરા ત્રણ રસ્તા નજીક ઓવર બ્રિજના છેડે પહોંચતા પાછળ હિંમતનગર તરફથી આવી રહેલ કન્ટેનર નં. એમ.એચ-12-એલ.ટી-7620 ના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં ભરતભાઇ ભાવસાર અને તેમના પત્ની ચેતનાબેન ભાવસાર રોડ પર પટકાયા હતા અને માથું કન્ટેનરના પાછળના ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

દરમિયાનમાં પ્રાંતિજ ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પસાર થતા ઉભા રહી ગયા હતા અને ઇજાગ્રસ્ત ભરતભાઇને સાંત્વના આપી 108 બોલાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાંતિજ પોલીસે કન્ટેનરના ચાલક સંજય રામરદાયતે યાદવ (રહે. મેનપૂરી, યુપી) વિરુદ્વ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાના મોતને પગલે પ્રાંતિજમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...