દુષ્પ્રેરણની ફરિયાદ:પતિના આડાસંબંધોના વહેમમાં પત્નીની આત્મહત્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડબ્રહ્માના બાવળકાંઠીયામાં સાળાની બનેવી સામે દુષ્પ્રેરણની ફરિયાદ
  • 15 વર્ષ અગાઉ સગાઇ થઇ હતી અને સગાઈ બાદ બંને પતિ-પત્ની તરીકે રહેતા

ખેડબ્રહ્માના બાવળકાંઠીયામાં ભાભી સાથે પતિને આડા સંબંધો હોવાના વહેમમાં અવારનવાર થતા ઝઘડા અને મારઝૂડથી વાઝ આવી ગયેલ પરિણીતાએ એક સપ્તાહ અગાઉ દવા પી જીવન ટૂંકાવી લીધા બાદ સામાજિક રાહે સમાધાન ન થતાં મૃતકના ભાઈએ ખેરોજ પોલીસ સ્ટેશનમાં બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દાંતાના માકણચંપાના વસંતીબેન ભીખાભાઈ પરમારના 15 વર્ષ અગાઉ ખેડબ્રહ્માના બાવળકાંઠીયાના કાંતિભાઈ વીરાભાઇ ડાભી સાથે સગાઇ થઇ હતી અને સગાઈ બાદ વસંતીબેન અને કાંતિભાઈ બાવળકાંઠીયા ગામે પતિ-પત્ની તરીકે રહેતા હતા અને સંતાનમાં એક દીકરો છે. છેલ્લા બે એક વર્ષથી કાંતિભાઈ મારઝૂડ કરતા વસંતીબેન રિસાઈને પિયરમાં જતા હતા અને પતિના તેમની ભાભી સાથેના આડા સંબંધોનો વિરોધ કરતાં મારઝૂડ કરતા હોવાનું જણાવતા હતા.

પંદરેક દિવસ અગાઉ પણ વસંતીબેન તેમના દીકરાને લઇ પિયરમાં આવ્યા હતા અને પતિના ત્રાસ વિશે જાણ કરી બીજા દિવસે સાસરીમાં જતી વખતે તમે મારૂ છેલ્લી વખત મોઢું જોઈ લો આજ પછી તમને જીવતી જોવા નહીં મળુ કહી નીકળી ગયા હતા. ત્યારબાદ તા.10-05-22 ના રોજ કાંતિભાઈએ ફોન કરીને માકણચંપાના દિલીપભાઈ જયંતીભાઈ પરમાર ને જાણ કરી હતી કે વસંતીબેન દવા પી ગયા છે અને તમે આવો તેમ કહેતા બધા બાવળકાંઠીયા પહોંચ્યા હતા અને વસંતીબેનને હડાદ થી ખેડબ્રહ્મા અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં લઇ જતાં સારવારમાં મોત નિપજ્યુ હતું.

સમાજના પંચના માણસો બીજા દિવસે સવારે લાશ જોવા ગયેલ અને દવાની વાસ આવતી ન હોવાનું જણાવ્યા બાદ બંને આડાસંબંધના વહેમમાં પત્નીનો આપઘાત પક્ષના પંચ સમાધાન માટે બેઠા હતા અને માકણચંપા ગામના પંચે રૂ.10 લાખની માગણી કર્યા બાદ બેઠકોને અંતે 80 હજાર આપવાની વાત કરતાં સમાધાન થયું ન હતું અને મૃતકના ભાઇ ધર્મેન્દ્રકુમારની ફરિયાદને આધારે ખેરોજ પોલીસે કાંતિભાઈ ​​​​​​​વીરાભાઇ ડાભી વિરુદ્વ મરવા સુધીનું દુષ્પ્રેરણ કરવા સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...