ફરિયાદ:પરિણીતા ગર્ભવતી થતાં બાળકના ભરણ પોષણ માટે 5 લાખ માગી તગેડી મૂકી

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરની પરિણીતાએ કલોલના 5 સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

હિંમતનગરની કલોલમાં પરણાવેલ મહિલાએ સાસરિયાઓએ છ એક મહિનાના લગ્નજીવન દરમિયાન શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી ગર્ભવતી બનતા જન્મ લેનાર બાળકના પાલનપોષણ માટે રૂ.5 લાખની માગણી કરી તગેડી મૂકતાં હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, નાના સસરા, જેઠ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગર શહેરના ઋષિનગરમાં રહેતા કામિનીબેન વસંતભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાના તા. 13-06-21 ના રોજ કલોલના વર્ધમાનનગરમાં રહેતા કુમારભાઈ બાબુભાઈ જાડેજા સાથે લગ્ન થયા હતા અને બંનેના બીજી વખતના લગ્ન હતા. થોડો સમય સારો વર્તાવ રાખ્યા બાદ સાસરિયાંઓ દ્વારા નાની-નાની બાબતોમાં વાંધા વચકા કાઢી કંકાસ શરૂ કરી દેવાયો હતો અને પતિ પણ અવારનવાર મારઝૂડ કરતો હતો.

તેમના નણંદ પ્રિયાબેન સાસરીમાં રહેવાને બદલે પિયરમાં વધુ રહેતા હતા અને પતિની ચઢવણી કરતા હતા લગ્નના ત્રણેક માસ બાદ કામિનીબેન ગર્ભવતી બનતા તેમણે આ અંગે પતિ અને સાસરી પક્ષ વાળાને વાત કરતા તારા બાળકનું પાલનપોષણ કરવાની અમારી તાકાત નથી જો તારે બાળક લાવવું હોય તો તારા બાપ પાસેથી 5 લાખ લઈ આવ પછી બાળકને જન્મ આપજે કહી ને મહેણાં મારવાનું અને ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.

તા.11-12-21 ના રોજ સવારે ચા આપવા જતા પતિએ વગર કારણે ઝઘડો કરી અપશબ્દો બોલી મારઝૂડ કરી હતી અને બધા સાસરિયાઓએ ભેગા મળી કામિનીબેનને કાઢી મૂક્યા હતા તેમણે હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ પોલીસે કાઉન્સેલિંગનો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થતાં પતિ કુમારભાઈ બાબુભાઈ જાડેજા, સાસુ રમીલાબેન બાબુભાઈ જાડેજા, બાજુમાં રહેતા જેઠ વિજયભાઈ જાડેજા (તમામ રહે.વર્ધમાનનગર કલોલ) અને નાના સસરા પરસોત્તમભાઈ ટી ઉંઝાકર (રહે.ઊંઝા) તથા નણંદ પ્રિયાબેન વિવેકકુમાર સેલત (રહે.વડનગર)વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...