સત્તા પહેલાં સમજો સમસ્યા:પાણી, રસ્તા અને રોજગારીની સુવિધા વધે તેવી અપેક્ષા...

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠા અને અરવલ્લીની 7 વિધાનસભા મતવિસ્તારના 60 થી વધુ નાગરિકોનો સંપર્ક કરી 'દિવ્યભાસ્કરે' મુખ્ય અને કાયમી સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો છે રહીશોએ સમસ્યાઓ જણાવવા સાથે ધારાસભ્ય થકી તેનો ઉકેલ લાવવાની લાગણી પણ વ્યક્ત કરી છે લોકોની આ સમસ્યાઓને અમે ધારાસભ્યો સુધી પહોંચાડીશું અને તેના નિકાલની સમય મર્યાદા જાણી ધારાસભ્યો મતવિસ્તારના નાગરિકોની સમસ્યાઓ દૂર કરવા કેટલા કટિબદ્ધ છે તે પણ પ્રસિદ્ધ કરીશું સાથે જ એ સમય મર્યાદાના ટ્રેક રેકોર્ડ પર નજર રાખી સમસ્યા દૂર કરવાનું પ્રગતિ પત્રક પણ પ્રસિદ્ધ કરીશું.

હિંમતનગર

 • હિંમતનગરમાં ટાવર અને જિલ્લા સેવાસદન આગળ 16 વર્ષ અગાઉ ગલ્લા કેબિન ગુમાવનાર વેપારીઓ કોમર્શિયલ માર્કેટ બને અને દુકાન મળે તેવું ઇચ્છી રહ્યા છે.
 • શહેરના પશ્ચિમ ભાગમાં ટ્રાફિક સમસ્યા
 • તાલુકામાં ઓવરબ્રિજ-અંડરબ્રિજનું કામ સત્વરે પૂરું કરવા કરવા માંગ

ઇડર

 • ઇડરમાં ટ્રાફિકની ભયંકર સમસ્યા છે અને ડાયવર્ઝન જરૂરી બની રહ્યું છે
 • ગઢ બચાવવાની ચાલી રહેલ ચળવળ ને ધારાસભ્ય અને સરકારે મહત્વ આપવાની જરૂર છે.
 • ઇડર પંથકમાં સ્થાનિક રોજગારી ઊભી થાય એવા નવા ઉદ્યોગો જરૂરી છે.

પ્રાંતિજ

 • તલોદ તાલુકાનું સૌથી મોટું ખારાદેવીયા તળાવ ગોરઠીયા જળાશયમાંથી ભરવા માંગ
 • તલોદ- પ્રાંતિજમાં નદીનું પાણી મળે તેવું ઇચ્છી રહી છે.
 • પ્રાંતિજમાં બસ સ્ટેન્ડની સૌથી મોટી સમસ્યા છે અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવી જરૂરી છે

ખેડબ્રહ્મા

 • ખેડબ્રહ્માની રેલવે લાઇન છ વર્ષથી બંધ છે જે ચાલુ થાય તો વેપાર ઉદ્યોગ વધે
 • પોશીના અને વિજયનગર પંથકમાં ઉદ્યોગો ન હોવાને કારણે ખેત મજૂરી સિવાય રોજગારીની કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
 • વિજયનગરમાં બસ સ્ટેન્ડ નો મુદ્દો દાયકાઓથી ઉકેલાયો નથી પંથકની પ્રજા માટે બસ ડેપો બને તે જરૂરી છે

મોડાસા

 • શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાનું નિરાકરણ આવે,મોડાસામાં નવી સિવિલનું કામ તત્કાલ શરૂ કરવા માંગ
 • મોડાસાના શીણાવડમાં GIDC શરૂ થાય તો બેરોજગારી ઘટે
 • મોડાસા શહેરમાં મેડિકલ હોસ્પિટલ અને વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી શરૂ કરવામાં આવે તે વિદ્યાર્થીઓની પ્રબળ માગણી ઉઠી છે

બાયડ

 • શહેરમાં ટ્રાફિક સમસ્યા આમ જનતા માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે ટ્રાફિક સમસ્યા શહેરની હલ થાય તે જરૂરી બન્યું છે
 • બાયડ તાલુકામાં જીઆઇડીસીની માગણી અભરાઈએ ચડાવી દેવાઇ છે. GIDC મંજૂર થાય તો સ્થાનિક લોકોને રોજગારી મળે
 • બાયડના આમોદરાના ગામડાઓમાં તથા માલપુરના કેટલાક ગામોમાં પાણીની સમસ્યા હલ કરવા માંગ

ભિલોડા

 • ભિલોડા તાલુકાના જનાલમાં સરકારી દવાખાનાનો સળગતો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી
 • ભિલોડા શહેરમાં વરસાદી અને ગંદા પાણીનો નિકાલની કોઈજ વ્યવસ્થાન કરાતાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છ
 • ભિલોડા વિધાનસભાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અને જાહેર રસ્તાઓ ભંગાર હોઇ રિપેર કરવા માંગ
અન્ય સમાચારો પણ છે...