ખેડૂતોમાં ખૂશીનો માહોલ:હાથમતી જળાશયમાંથી રવિ સીઝન માટે પાણી છોડવામાં આવ્યું; હિંમતનગર તાલુકાના 25 ગામોના ખેડૂતોને થશે લાભ

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

હિંમતનગર તાલુકાના 25 ગામોને રવિ સીઝન માટે હાથમતી જળાશયમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી પ્રાંતિજ, ગાંધીનગર અને દહેગામના ખેડૂતોને રવિ સીઝન માટે 19 નવેમ્બરે પાણી આપવામાં આવશે.

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સારા વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક થઇ હતી અને ત્રણ જળાશયો 100 ટકા ભરાયા છે. ત્યારે હાથમતી જળાશય સતત બીજા વર્ષે 100 ટકા ભરાયો છે. ખેડૂતોને રવિ સીઝનમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને હાથમતી જળાશયમાંથી એ-ઝોનની કેનાલમાં 100 કયુસેક પાણી આજથી છોડવામાં આવ્યું છે. જેને લઈને હિંમતનગર તાલુકાના 25 ગામોના ખેડૂતોને લાભ મળશે.

આ અંગે હિંમતનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે. પટેલે જણાવ્યું હતું કે, રવિ સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ દ્વારા પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યા બાદ ખેડૂતોને પ્રથમ પાણી આપવાનો પ્રારંભ કર્યો છે અને બુધવારે રાત્રે હાથમતી જળાશયમાંથી એ-ઝોનની કેનાલમાં 100 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લઈને હિંમતનગર તાલુકાના 25 ગામોના ખેડૂતોને લાભ મળશે અને પાણીથી 3 હજાર હેક્ટરમાં સિંચાઈનો લાભ મળશે. તો બીજી તરફ બ અને ક ઝોનની કેનાલમાં 19 નવેમ્બરે પ્રથમ પાણી શરુ કરશે. જેમાં કેનાલમાં 200 કયુસેક પાણી છોડવામાં આવશે. જેથી હિંમતનગર, પ્રાંતિજ, ગાંધીનગર, દેહગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...