લોકોમાં રોષ:હિંમતનગરના પરબડા ગામમાં બાગે-રઝા સોસા.માં 22 દિવસથી પાણીની લાઇન લીક

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના તલાટી પણ નિયમિત ન આવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
  • પંચાયત સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ

હિંમતનગરને અડીને આવેલા પરબડા પંચાયતના સર્વે નંબર 270માં આવેલ બાગેરઝા સોસાયટીના મુખ્ય માર્ગ પર છેલ્લા 22 દિવસથી પીવાના પાણીની લાઇન લીકેજ થતાં પાણી રોડ ઉપર ફેલાતાં ગંદકીનું સામ્રાજય ફેલાઇ રહ્યું છે.

આ સોસાયટીથી માત્ર 50 ફૂટના અંતરે આવેલ પંચાયતના સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પાઇપ લાઇનનું લીકેજ બંધ કરવા કોઇ જ કામગીરી હાથ ન ધરતાં સોસાયટીના રહીશોમાં રોષ ઉભો થવા પામ્યો છે. તલાટી નિયમિત પંચાયતમાં આવતા નથી અને સરપંચની મુદત ડિસેમ્બરમાં પૂરી થતી હોવાને લઇ નિરૂત્સાહ જોવા મળે છે. જેના કારણે ગ્રામજનો પોતાના કામોને લઇ લાચાર બની પંચાયતના ધક્કા ખાઇ રહ્યા છે.

તૂટેલી પાણીની લાઇનનું રિપેરીંગ કરવા સોસાયટીના ઈમ્તિયાઝખાન પઠાણ, ઈલિયાસભાઈ મન્સૂરી સહિતના રહીશોએ વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં 22 દિવસ બાદ પણ આજે તૂટેલી પાણીની લાઇનની મરામત કરવાની તસ્દી પંચાયતે લીધી નથી.

તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતમાં નિયમત આવતા નથી. જયારે સરપંચ અને સદસ્યોની ટર્મ ડિસેમ્બર માસમાં પુરી થતી હોવાના કારણે સરપંચ વિકાસના કામો સમસ્યાઓ પ્રત્યે નિરૂત્સાહી જણાઇ રહ્યા છે. જેના કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...