સાબરકાંઠામાં પોસ્ટલ બેલેટથી મતદાન:80થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારો ઘરે બેલેટ પર મતદાન કરશે; આ કાર્ય સવારથી સાંજ સુધી ચાલશે

સાબરકાંઠા (હિંમતનગર)10 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાની 4 વિધાનસભામાં 80થી વધુ ઉમરના અને દિવ્યાંગ 379 મતદારોએ બેલેટ પર ઘરે મતદાન કરવાની ઈચ્છા દર્શાવી છે. ત્યારે આજે સવારે 8 વાગે 34 ટીમો મતદારોના ઘરે પહોંચી મતદાન કુટીર ઉભો કર્યો હતો. જેમાં મતદારોએ મતદાન કર્યું હતું. તો આ મતદાન 4 વિધાનસભામાં 128 ગામોમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદારોના ઘરે જશે.

મતદાન કર્યા બાદ કવરમાં પેક કરી દેવામાં આવ્યું: ચૂંટણી અધિકારી
આ અંગે હિમતનગર વિધાનસભાના ચૂંટણી અધિકારી અનિલ કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સર્વે બાદ ઈચ્છા વ્યક્ત કરનારા 80થી વધુ ઉંમરના અને દિવ્યાંગ 65 મતદારો છે. જેથી આજે સવારે 8 પ્રીસાઈન્ડીગ ઓફિસર, આસીસ્ટંટ પ્રીસાઈન્ડીગ, બીએલઓ, વિડીયોગ્રાફર અને પોલીસ સાથેની એક ટીમ એવી 3 ટીમો મતદારોના ઘરે પહોંચી હતી. મતદારોના તેમના ઘરે મતદાર કુટીર ઉભા કર્યા બાદ મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી. મતદારોએ બેલેટ પર મતદાન કર્યા બાદ કવરમાં પેક કરી દેવામાં આવ્યું હતું. આમ એક ટીમ 20થી વધુ મતદારોના ઘરે જશે.

તમામ તાલુકામાં બેલેટ પેપર મતદાન હાથ ધરાયું
હિંમતનગર સહીત તાલુકાના હિંમતનગર હાસલપુર, જામળા, ઢબાલ, કાંકણોલ, ઇલોલ, દેધરોટા, નવલપુર, હાપા, તાજપુરી, રાયગઢ, જવાનગઢ, ગંભીરપુરા, પુનાસણ, આડા હાથરોલ, રાજેન્દ્રનગર, પુરષોત્તમનગર, હાજીપુર, ગઢોડા, હડીયોલ, પુરાલ અને આકોદરામાં મતદારો 80થી વધુની ઉંમરના અને દિવ્યાંગ 65 મતદારો બેલેટ પર ઘરે મતદાન કરશે. તો સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે.

હિંમતનગરમાં બેલેટ પેપર પર મતદાન
હિંમતનગર વિધાનસભામાં 80થી વધુ ઉમરના અને દિવ્યાંગ કુલ 4612 માંથી 65 મતદારોએ ઈચ્છા દર્શાવી હતી. જે મતદારો ઘરેથી બેલેટ પેપર પર મતદાન કરશે. તો આ મતદાન પ્રક્રિયામાં 3 ટીમો 22 ગામોમાં જશે અને સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

પ્રાંતિજમાં બેલેટ પેપર પર મતદાન
પ્રાંતિજ વિધાનસભામાં 80થી વધુ ઉમરના અને દિવ્યાંગ કુલ 5860 આમાંથી 160 મતદારોએ ઈચ્છા દર્શાવી હતી. જેમાંથી એક ફોર્મ રદ થતા 159 મતદારો ઘરેથી બેલેટ પેપર પર મતદાન કરશે. તો આ મતદાન પ્રક્રિયામાં 9 ટીમો 45 ગામોમાં જશે અને સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

ઇડરમાં બેલેટ પેપર પર મતદાન
ઇડર વિધાનસભામાં 80થી વધુ ઉંમરના અને દિવ્યાંગ કુલ 7255 માંથી 143 મતદારોએ ઈચ્છા દર્શાવી હતી. જે મતદારો ઘરેથી બેલેટ પેપર પર મતદાન કરશે. તો આ મતદાન પ્રક્રિયામાં 15 ટીમો ઇડર અને વડાલીના 54 ગામોમાં જશે અને સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

ખેડબ્રહ્મામાં બેલેટ પેપર પર મતદાન
ખેડબ્રહ્મા વિધાનસભામાં 80થી વધુ ઉંમરના અને દિવ્યાંગ 12 મતદારોએ ઈચ્છા દર્શાવી હતી. જે મતદારો ઘરેથી બેલેટ પેપર પર મતદાન કરશે. તો આ મતદાન પ્રક્રિયામાં 2 ટીમો ઇડર અને વડાલીના 7 ગામોમાં જશે અને સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે.

અન્ય સમાચારો પણ છે...