નવા અધ્યાયની શરૂઆત:ઇડરમાં નવા વર્ષે ગ્રામજનોએ અંતિમધામમાં દીવડા પ્રગટાવ્યા; ભગવાન શિવની આરતી બાદ ગરબાની રમઝટ બોલાવી

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સામાન્ય રીતે લોકો અંતિમ ધામમાં મૃત્યુ બાદ યાદ આવે છે, પરંતુ સાબરકાંઠાના ઇડરમાં દિવાળી પર્વ નિમિત્તે શહેરીજનોએ સ્મશાનમાં ભગવાન શિવની આરતી ઉતારી અને ગરબાની રમઝટ થકી ભક્તિના નવા અધ્યાયની શરૂઆત કરી છે.

સાબરકાંઠા જિલ્લાના ઈંડર શહેરમાં આવેલ ભોઈવાડા વિસ્તાર ખાતે આવેલ અંતિમ ધામમાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં પૂજા અને આરતી બાદ ગરબાની રમઝટ હોય તે સ્વાભાવિક છે. પરંતુ પર્વનાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે અંતિમ ધામમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે પૂજા આરતી અને ગરબાની રમઝટ હોય તેવું મોટાભાગે ક્યાંય જોવા મળતું નથી. ત્યારે સાબરકાંઠાના ઇડરના સ્મશાનમાં સ્થાનિક લોકોએ અંતિમધામના ભયને દૂર કરવા માટેનો સવિશેષ પ્રયાસ કર્યો હતો.

એક તરફ અંતિમધામ એ માનવ જીવનનું કડવું સત્ય છે, ત્યારે તેને સ્વીકારી સરળતાથી ભગવાન મહાદેવની આરતી કરી અત્યારથી જ અંતિમધામનો ભય દૂર થાય તેઓ પ્રયાસ ઈડરની સ્થાનિક જનતાએ કર્યો છે. જોકે આવો પ્રયાસ આગામી સમયમાં યથાવત રહે તો સ્મશાનનો ભય છેવાડાના વ્યક્તિને લાગતો હોય સરળતાથી દૂર થઈ શકે તેમ છે. જોકે માનવ જીવનના સોળ જેટલા સંસ્કારમાં અંતિમ સંસ્કાર પણ એટલો જ મહત્વનો છે, ત્યારે તેના પ્રત્યેક દરેક વ્યક્તિ જાગૃત થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...