અભિયાન:15 દિવસમાં 50 લાખ હિન્દુઓને જોડશે વીએચપી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 નવેમ્બરથી હિંતચિંતક અભિયાન થકી રાજ્યના 10 હજાર ગામડાઓમાં પહોંચશે વીએચપી

6 નવેમ્બરથી શરૂ થતા હિતચિંતક અભિયાન થકી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના 10 હજાર ગામડાઓમાં પહોંચીને 50 લાખ હિન્દુઓને અભિયાન સાથે જોડનાર હોવાની વીએચપીના રાજ્ય પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યું હતું.

વીએચપીના કેન્દ્રીય નેતા કૌશિકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે 2024માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થશે, 6 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ષષ્ઠી પૂર્તિના અવસર પર દેશભરમાં હિંદુઓ સુધી પહોચવા માટે વિશ્વ હિન્દુ પરિષદનું રાષ્ટ્રવ્યાપી હિતચિંતક અભિયાન ચલાવશે, જે અંતર્ગત ગુજરાતભરમાં પણ આ અભિયાન સર્વસ્પર્શી બનાવવા માટે વિહિપના કુલ 25 હજારથી વધુ કાર્યકરો કામે લાગશે. ઉત્તર ગુજરાત પ્રાંતના 3 હજાર ગામ, સૌરાષ્ટ્ર પ્રાંતના 4 હજાર ગામ, અને મધ્ય ગુજરાતના 3 હજાર ગામ સુધી પહોંચી 50લાખ હિંદુઓ સુધી પહોચવાનું લક્ષયાંક પૂર્ણ કરવામાં આવનાર છે.

આ અભિયાનથી સમાજના દરેક વર્ગ , જાતિ, પંથ , સંપ્રદાયનો સંપર્ક કરાશે અને તેમને રાષ્ટ્રહિતના કાર્યો સાથે જોડાશે. અભિયાનમાં ખાસ વર્ગના લોકોને જોડવા માટે વિશેષ સંપર્ક પણ કરાશે. આ અંતર્ગત તમામ પ્રકારની સેલિબ્રિટીઓ સહીત પ્રભુદ્ધ નાગરિક ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, ભૂતપૂર્વ ન્યાયાધીશો, ગાયકો, અભિનેતાઓ, રમતવીર વગેરેને પણ જોડાશે. હિતચિંતક અભિયાનની ટોળીનું લક્ષ્ય ગુજરાતના 10 હજાર ગામડાઓ સુધી પહોંચવાનું અને 50 લાખ હિતચિંતક બનાવવાનું નક્કી કર્યું છે

હિતચિંતક અભિયાનનો ઉદ્દેશ્ય વીએચપીના વિવિધ આયામો દ્વારા ચાલતાં સેવાકાર્યોને વિસ્તારવાનો અને લોકો સુધી પહોંચાડી વધુને વધુ વંચિત સમાજને સેવા કાર્ય સાથે જોડવા, સનાતન સંસ્કારોને નવી પેઢી સુધી પહોંચાડવા, ગાયોનું રક્ષણ, સામાજિક સમરસતા, મહિલા સશક્તિકરણ, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ અને મઠ-મંદિરોની સુવ્યવસ્થિત વ્યવસ્થા તેમજ હિંદુ સમાજને સંગઠિત કરી સુરક્ષાનો ભાવ જગાડવા માટેની સંકલ્પ ભાવના કેળવવી એ અભિયાનનો ઉદ્દેશ્ય છે.

અન્ય સમાચારો પણ છે...