માનવતા:સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડાતા બાળકના ઓપરેશનનો ખર્ચ વીરપ્રતાપ ફાઉન્ડેશને ઉઠાવ્યો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા- પિતાએ પોતાના વ્હાલસોયાને બચાવવા મકાન પણ વેચી દીધું

હિંમતનગર શહેરમાં સામાન્ય પગારમાં પોતાનું ગુજરાન ચલાવતા વ્યક્તિનો પુત્ર છેલ્લા 10 વર્ષથી સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડાઈ રહ્યો હતો અને સારવાર ખર્ચમાં મહદઅંશે સર્વસ્વ ગુમાવી દીધું હતું તેવી સ્થિતિમાં વિરપ્રતાપ ફાઉન્ડેશન આગળ આવ્યું હતું અને ઓપરેશન તથા ત્રણ મહિનાની સારવારનો ખર્ચ ઉઠાવતા પરિવાર ગદગદ થઈ ગયો હતો.

વિરપ્રતાપ ફાઉન્ડેશનના ભૃગુવેન્દ્રસિંહ કુંપાવતે જણાવ્યું કે, હિંમતનગર શહેરમાં સામાન્ય પગારમાં પોતાનું ગુજરાન ચલાવતા જતીનભાઈ રાવલનો પુત્ર કાવ્ય છેલ્લા 10 વર્ષથી સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડાઈ રહ્યો હોવાની અને માતા-પિતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોતાના મકાન સહિત સોનાના ઘરેણાં પણ વેચી પુત્રને બચાવવા સારવાર માટે ખર્ચ કરી દીધો હોવાની તથા વધુ સારવાર ખર્ચ માટે વિકટ સ્થિતિ પેદા થઈ હોવાની માહિતી મળતા પરિવારનો સંપર્ક કરતાં કાવ્ય જન્મજાત સેરેબ્રલ પાલ્સી બીમારીથી પીડાઈ રહ્યો હોવાની અને છેલ્લા ઘણા સમયથી ફિઝીયોથેરાપીની સારવાર માટે વારંવાર અમદાવાદ જવાની જરૂર પડતી હોવાની ખબર પડી હતી. બીમારી અને જતીનભાઈની સ્થિતિ જોયા બાદ ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ માટે સોશિયલ મીડિયામાં ખાસ અભિયાન ચલાવાયુ હતું

અને આ અભિયાનમાં સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો. કાવ્યને ઓપરેશન માટે વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા રૂ.1.5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો તમામ રિપોર્ટનું બિલ ફાઉન્ડેશને ચુકવ્યુ હતું તથા કાવ્યને ત્રણ મહિના સુધીની સારવારનો તમામ ખર્ચ પણ ફાઉન્ડેશન દ્વારા આપવાનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કાવ્યનું ઓપરેશન બાદ કાવ્ય ઘરે પરત ફરતા પરિવારે ફાઉન્ડેશનના સભ્યોનું સન્માન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...