નશાનો કારોબાર ઝડપાયો:ઇડરની દેશોતર ચોકડી પાસેથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા; બે ફરાર; કુલ રૂ. 55 હજારથી વધુનો મુદ્દામાલ ઝબ્બે

સાબરકાંઠા (હિંમતનગર)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે દેશોતર ચોકડી તરફ વોચ ગોઠવી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બાઇક લઇને જઇ રહેલા બે શખ્સોને ઝડપી લઇ 570 ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 5700ને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ મોબાઈલ અને મોટરસાઈકલ મળીને કુલ 55 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ ઝબ્બે કરાયો છે. તો જાદર પોલીસ સ્ટેશને ચાર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કુલ 55 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ ઝબ્બે કરાયો
એસઓજી પીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ એન.ડી.પી.એસની ડ્રાઇવ અન્વયે તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન કિરીટસિંહ અને રજનીકાન્તસિંહને બાતમી મળી હતી કે કાળા કલરની મોટર સાયકલ નંબર જીજે.02.ડી.ક્યુ.3460 લઇને એક શખ્સ ગાંજાની ડિલીવરી આપવા માટે ખેરાલુથી દેશોતર ચોકડી તરફ જવાનો છે. જે બાતમીના આધારે એસઓજી સ્ટાફ દ્વારા દેશોતર ગામની સીમમાં વોંચ ગોઠવી હતી. જે દરમિયાન મોટર સાયકલ નં.જીજે.02.ડી.ક્યુ.3460 ઉપર જઇ રહેલા અંકિતકુમાર નાગજીભાઇ રાવળ (ઉ.વ.22, રહે.વાવ, તા.સતલાસણા, જિ.મહેસાણા) તથા આશિષકુમાર તેજાભાઇ રાવળ (ઉ.વ.19, રહે.સીંગા, તા.ઇડર)ની પુછપરછ કરી તપાસ કરતા તેમની પાસેથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 570 ગ્રામ કિંમત રૂપિયા 5700 મળી આવતાં બંન્ને શખ્સોની ધરપકડ કરી જાદર પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ચાર સામે ગુનો નોંધી ફરાર બે આરોપીઓની તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપી
1. અંકિતકુમાર નાગજીભાઈ રાવળ - રહે. વાવ,તા.સતલાસણા, જી. મહેસાણા

2. આશિષકુમાર તેજાભાઈ રાવળ - રહે. સીંગા, તા.ઇડર, જી. સાબરકાંઠા

પકડવાના બાકી આરોપી
1. નાસીરભાઈ –રહે ખેરાલુ,જેનું પુરું નામ સરનામું જણાયેલ નથી

2. આરીફભાઈ મો.નં ૯૦૭૯૯૧૩૦૫૭ કે જેનું પૂરું નામ સરનામું જણાયેલ નથી

કબજે કરેલ મુદ્દામાલ
1. 570 ગ્રામ ગાંજાનો જથ્થો કિ. રૂ. 5700

2. મોબાઈલ ફોન નંગ-02 કિ. રૂ. 10 હજાર

3. હીરોહોન્ડા કિ. રૂ 40 હજાર

અન્ય સમાચારો પણ છે...