આજીવન કેદ:તલોદના સાગપુરના યુવકની લાશ મળવાના કેસમાં બેને આજીવન કેદ

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ અગાઉ હાજીપુરની સીમમાં કેનાલમાંથી યુવકની લાશ મળી હતી
  • ડિસ્ટ્રિક્ટએન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો, પ્રેમસંબંધમાં હત્યા કરાઇ હતી

બે વર્ષ અગાઉ હિંમનગર તાલુકાના હાજીપુર ગામની સીમમાંથી કેનાલમાંથી યુવકની લાશ મળી આવવાના કિસ્સામાં ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ કુ. એસ.વી.પિન્ટોએ યુવક અને યુવતીને હત્યાના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી.

ચકચારી કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, તા.02-11-20ના રોજ હાજીપુર ગામની સીમમાંથી જીતેન્દ્રસિંહ જસવંતસિંહ પરમાર (રહે. સાગપુર, તા.તલોદ)ની લાશ મળી હતી અને હત્યાને પગલે પોલીસે તપાસ હાથ ધરતાં સ્ફોટક વિગતો બહાર આવી હતી. કિશનસિંહ બાલાજી મકવાણાએ સરસ્વતીબેન વિક્રમસિંહ પરમાર સાથે સગાઈ કરેલ હોઈ અને જે યુવકની લાશ મળી હતી તે જીતેન્દ્રસિંહ જસવંતસિંહ પરમાર (રહે. સાગપુર, તા.તલોદ )ને સરસ્વતીબેન વિક્રમસિંહ પરમાર સાથે પ્રેમ સંબંધ હોઈ અને સગાઈ થયેલ હોવા છતાં પ્રેમસંબંધ ચાલુ રાખવા માંગતા હોઈ

આ પ્રેમ સંબંધની કિશનસિંહને જાણ થતાં કાળુસિંહ મોતીસિંહ મકવાણા,અજયસિંહ દિલુસિંહ મકવાણા, સરસ્વતીબેન વિક્રમસિંહ પરમાર તમામે કાવતરૂ રચી સરસ્વતીબેનના માધ્યમથી જીતેન્દ્રસિંહ જસવંતસિંહ પરમારને ધનસુરા તાલુકાના બુટાલ ગામે બોલાવી ત્યાંથી કિશનસિંહ બાલાજી મકવાણા અને સરસ્વતીબેન વિક્રમસિંહ પરમારે જીતેન્દ્રસિંહને બાઇક ઉપર વચ્ચે બેસાડી આગળ લઈ જઈ માથાના ભાગે પટ્ટા વડે મારીને બાઇક પર બેસાડી અંબુજા ફેકટરી પાસે લઈ જઈ રૂમાલ વડે ગળે ટૂંપો દઈ મોત નીપજાવી લાશને મોટરસાયકલ ઉપર લઈ જઈ હાજીપુર ગામની કેનાલમાં લાશ નાખી દઈ મોટર સાયકલ જીંજવા ગામની કેનાલમાં નાખી દઈ પુરાવાનો નાશ કરવા અંતર્ગત ચારેય જણાં વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કોર્ટમાં તોહમતનામું રજૂ કર્યું હતું

આ અંગેનો કેસ ચાલી જતાં સરકારી વકીલ હેતલબેન ત્રિવેદીએ રજૂ કરેલ પુરાવા, FSL, મેડિકલ એવીડન્સ આઈઓની જુબાની વગેરેને નજર સમક્ષ રાખી ડિસ્ટ્રીકટ સેશન્સ જજ કુ.એસ.વી. પીન્ટોએ કિશનસિંહ બાલાજી મકવાણા અને સરસ્વતિબેન વિક્રમસિંહ પરમારને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને 10000 દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...