ચોરી:હિંમતનગરના દાવડમાંથી બે કિમી લાંબા વીજવાયરની ચોરી

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂરલ પોલીસનું નાઈટ પેટ્રોલિંગ એરણે ચઢ્યું

હિંમતનગરના દાવડ રોડની બાજુમાં ખેતીવાડી ફીડરની હેવી લાઇનના 15 ગાળાનો 2160 મીટર એટલે કે બે કિમી લાંબો વીજ વાયર ચોરી થતાં રૂરલ પોલીસનું નાઈટ પેટ્રોલિંગ એરણે ચડ્યું છે. રોડની નજીકના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના 15-15 ગાળાનો વીજ વાયર કાપીને તસ્કરો ફરાર થઈ ગયા છતાં પોલીસને ગંધ સુદ્ધા આવી નથી.

ગત તા. 03-08-22 ના રોજ રાત્રિ દરમિયાન કાનડાની સીમમાં કાનડાથી દાવડ બાજુ જતા રોડની બાજુમાં બળવંતસિંહ માનસિંહ રાઠોડના બોરકૂવા ઉપરથી સતપાલ હેતલબેનના બોરકૂવા સુધી લક્ષ્મીપુરા ખેતીવાડી વીજ ફીડરની વીજ લોકેશન નંબર લક્ષ્મીપુરા 31/11 થી સતપાલ હેતલબેનના બોરકૂવા સુધી ઉભા કરેલ નવીન વીજલાઇનના 15 ગાળાનો આશરે 2160 મીટર 55 સ્કવેર એમએમ એલ્યુમિનિયમ કંડક્ટર વાયર કાપીને ઉતારી લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. UGVCLના સચિન પટેલે 67,582 નો વાયર ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...