અકસ્માત:વગડી ગામની સીમમાં કાર બાઇક ટકરાતાં બેનાં મોત

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના રાયગઢથી અડપોદરા જતા વગડી ગામની સીમમાં બલેનો ગાડી અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત દરમ્યાન કાર ઝાડ સાથે અથડાવાથી ચાલકનું ઘટના સ્થળે તેમજ બાઇક સવાર પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજતા ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

06/05/22ના રોજ બલેનો ગાડી જી.જે-27-બી.એલ-0289 ચાલક કિશોરસિંહ અરૂણસિંહ રાઠોડે આગળ બાઇક લઇ જઇ રહેલ રાકેશસિંહ શૈલેષસિંહ પરમાર અને જીગ્નેશસિંહ રમેશસિંહ પરમાર (બંને રહે. જામઠા પો.બુટાલ તા. ધનસુરાને ટક્કર મારી ગાડી બાવળના ઝાડ સાથે અથડાવી હતી. કિશોરસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ તેમજ રાકેશસિંહ અને જીગ્નેશસિંહને સારવાર અર્થે ખસેડ્યા હતા. રાકેશસિંહનું મોત નીપજ્યુ હતુ અને જીગ્નેશસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અંતિસરા નજીક ટ્રકની ટક્કરે મહિલાનું મોત
ધનસુરા તાલુકાના અંતિસરા નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતાં પાછળ બેસેલ ચાંદનીબેન ઉમેદસિંહ સોમસિંહ પરમારનું મોત થયું હતું. ધનસુરાના અંતિસરા નજીક ટ્રક નંબર GJ-09-AV-4230ના ચાલકે પોતાના કબજાની ટ્રક બેદરકારી પૂરઝડપે હંકારી મોડાસાથી કપડવંજ તરફ હાઈવે રોડ પર જતી મોટરસાયકલ નંબર GJ-09-CS-1179ને પાછળથી ટક્કર મારતા મોટર સાઇકલ ચાલકને શરીરે ઈજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...