કાર્યવાહી:હિંમતનગરમાંથી લોખંડ ગેંગના બે ઝબ્બે, 6 ચોરી કબૂલી

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9.21 લાખના બે ડાલા, ટ્રેલર, સેન્ટીંગની પ્લેટો, લોખંડની ભારીઓ, ચોરીની એક્ટિવા રિકવર

હિંમતનગર શહેરના ખેડતસિયા રોડ પર ચોરીનું એક્ટિવા લઈ નીકળેલા લોખંડગેંગના બે શખ્સો એ ડિવિઝન પોલીસની ઝપટે ચડ્યા બાદ 6 ચોરીનો ભેદ ખુલ્યો હતો અને પોલીસે રૂ.9,21,780 નો મુદ્દામાલ રિકવર કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. લોખંડ ગેંગના શખ્સો ઝડપાઈ જવાને પગલે અન્ય ચોરીઓનો ભેદ ખુલવાની પણ સંભાવનાઓ વધી ગઈ છે.

એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીએસઆઈ જેએમ પરમાર અને પીએસઆઇ એચએમ કાપડિયા પોલીસ સ્ટાફ સાથે ખેડતસીયા રોડ પર રામદેવ દાલબાટી આગળ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન નવા તરફથી આવી રહેલ એક્ટિવા નંબર જીજે-09-સીવી-2836 ઉપર બે શખ્સો આવી પહોંચતા તેમને અટકાવી વાહનના દસ્તાવેજ અને લાયસન્સ વગેરે માગતાં બંને શખ્સોએ ગલ્લાંતલ્લાં કરી સંતોષકારક જવાબ ન આપતાં પીએસઆઇ જે.એમ પરમારે પોકેટ કોપ આધારે એક્ટિવાનો રજીસ્ટ્રેશન નંબર ચેક કરતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ એક્ટિવાની ચોરી થવા અંગે ફરિયાદ નોંધાઈ હોવાની ખબર પડતાં ગોપાલસિંહ જગદીશસિંહ ચૌહાણ (25) (રહે.હાલ 68/ ગંગોત્રી સોસાયટી ગોકુલનગર ફાટક પાસે હિંમતનગર મૂળ રહે.નવાવાસ તા.સતલાસણા જિ.મહેસાણા) અને મનહરસિંહ પુંજસિંહ રાઠોડ (25) (રહે. મોયદ નાથાજી તા.પ્રાંતિજ) બંને શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતાં બે એક મહિના પહેલા નવા રોડ પરથી એક્ટિવાની ચોરી કર્યા ની કબૂલાત કર્યા બાદ રીઢા ગુનેગારો હોવાનું જણાતાં ઝીણવટ ભરી પૂછપરછ કરતા બીજા પાંચ ગુનાની કબૂલાત કરી હતી. બંને શખ્સોની કબુલાત બાદ કુલ રૂ. 9,21,780 નો મુદ્દા માલ પણ રિકવર કરાયો હતો.

રિકવર કરેલ મુદ્દામાલ
1.એક્ટિવા કિં. 30,000
2.ડાલુ કિં. 2,50,000
3.ટ્રેલર કિં. 1,25,000
4.સેન્ટીંગની સાધન સામગ્રી કિં. 1,9700
5.લોખંડની ભારીઓ નંગ 24 કિં. 1,10,880
6.લોખંડની ભારીઓ નંગ 10
7. ડાલુ કિં. 2,96,200

અન્ય સમાચારો પણ છે...