ફરિયાદ:પોશીનાના ગણેર ગામમાં જમીન મામલે બે જૂથ બાખડયા : છાપરાઓને આગચંપી

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારી કરતાં 17 જણાં વિરુદ્ધ રાયોટિંગ સહિતની ફરિયાદ નોંધાઈ

પોશીનાના ગણેર ગામમાં સોમવારે મોડી સાંજે જમીન મામલે બે જૂથ આમને સામને આવી જતા અથડામણ સર્જાઈ હતી અને ગડદાપાટુનો માર સહિત છૂટા હાથે મારામારી કરી બંને જૂથના છાપરા સળગાવતા પોશીના પોલીસે 17 જણા વિરુદ્ધ રાયોટીંગ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ગણેર ગામના સોનાબેન વા/ઓ વનરાજભાઈ ભુયલાભાઈ ગમારે ફરિયાદ નોંધાવી હતી કે ચાંદમાભાઈ નાથાભાઈ ગમાર, બકાભાઇ નાથાભાઈ ગમાર,તેજાભાઈ નાથાભાઈ ગમાર, નાથાભાઈ હોમાભાઈ ગમાર, કાળુભાઈ ચાંદમાંભાઈ ગમાર,હેમતાભાઇ લક્ષ્મણભાઈ ગમાર, લાધાભાઈ ઉસાભાઇ ગમાર, પ્રભુભાઈ લાધાભાઈ ગમાર, ઈશ્વરભાઈ લાધાભાઇ ગમાર, અને રમણભાઈ ઈલાભાઈ ગમાર તા. 5/09/22 ના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે ઘર આગળ આવ્યા હતા અને અપશબ્દો બોલી આ જમીન અમારી છે

તમે ઘરો ખાલી કરી જતા રહોની ધમકીઓ આપતા અપશબ્દો બોલવાની ના કહેતા ચાંદમાભાઇ નાથાભાઈ ગમારે વનરાજભાઈ ભુયલાભાઈ ગમારની ફેટ પકડી નીચે પાડી દેતા તમામ શખ્સો ફરી વળ્યા હતા અને ગડદાપાટુનો માર મારવા માંડ્યા હતા. સોનાબેને બુમાબૂમ કરતા લલિતભાઈ પાબુભાઈ ગમાર અને પાબુભાઈ થાવરાભાઈ ગમાર દોડી આવ્યા હતા ઈશ્વરભાઈ લાધાભાઈ ગમારે આ દરમિયાન પથ્થરો મારવાનું શરૂ કરતા લલીતભાઈ અને પાબુભાઈ ને માથામાં ઇજાઓ થઈ હતી વનરાજભાઈ ને ખભામાં ઇજા થઈ હતી પ્રભુભાઈ લાધાભાઇ ગમારે વનરાજભાઈ ને લાકડીઓ મારી તથા ટોળાએ સોનાબેનના ઘર આગળ બાંધેલ છાપરાને આ ચંપી કરી હતી જેમાં રોકડ રૂ.5000 સોલારની પ્લેટો અને દવા છાંટવાના પંપને કુલ રૂ. 7,800 નું નુકસાન થયું હતું.

આ ફરિયાદની વિરુદ્ધ નીરૂબેન વા/ઓ પ્રભુભાઈ લાધાભાઈ ગમારે ફરિયાદ નોંધાવી હતી કે વનરાજભાઈ ભુયલાભાઈ ગમાર, મંગળાભાઈ ભૂયલાભાઈ ગમાર, શંકરભાઈ પાબુભાઈ ગમાર, રસિકભાઈ પાબુભાઈ ગમાર, લલિતભાઈ પાબુભાઈ ગમાર, પાબુભાઈ થાવરાભાઇ ગમાર અને જગાભાઈ ભુયલાભાઈ ગમાર ભેગા થઈને ઘર આગળ આવી આ જમીન અમારી છે તમે ઘરો ખાલી કરી જતા રહો કહીને અપ શબ્દો બોલતા અપશબ્દો બોલવાની ના પાડતા વનરાજભાઈ ગમારે પ્રભુભાઈ ને પકડી નીચે પાડી દીધા હતા અને અન્ય શખ્સોએ માર મારવાનો શરૂ કર્યો હતો જેમાં બાકીના લોકોએ છૂટા પથ્થરો પણ મારવા માંડતા ચાંદમાંભાઈ નાથાભાઈ ગમાર, લાધાભાઈ ઉસાભાઈ ગમાર અને ઈશ્વરભાઈ લાધાભાઇ ગમારને ઇજાઓ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...