નિયુક્તિ:ચૂંટણી પંચ દ્વારા સા.કાં.ની ચાર બેઠક માટે બે ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ કરાઈ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખર્ચ નિરીક્ષક દ્વારા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ અને હિંમતનગર વિધાનસભા બેઠક પર ખર્ચ નિરીક્ષક વિનિતકુમાર આઈ. આર. એસ. અને ઇડર ખેડબ્રહ્મા બેઠક પર મુનિશ રાજાનીની નિયુક્તિ થઈ છે. તા.10/11/22ના રોજ કલેકટર કચેરી ખાતે ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહ ની ઉપસ્થિતિમાં ખર્ચ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખર્ચ નિરીક્ષક વિનીત કુમારે હાલના તબક્કે રીટનિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓફિસર પાસેથી તેમના દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલ કામગીરીની તૈયારી અંગેની માહિતી મેળવી હતી.

ખર્ચના ઓબ્ઝર્વ વિનીતકુમારે ચૂંટણી પ્રચારના ખર્ચ તેમજ ઉમેદવારના ખાતામાં કેવા પ્રકારનો ખર્ચ ગણી શકાય અને ખર્ચ અંગેનું આયોજન અને મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી ઉમેદવારો અને પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની રેલી, સભા, વગેરે જેવી પ્રવૃત્તિઓનું વિડિયોગ્રાફી દ્વારા કેટલી ખુરશીઓ, કેટલા વાહનોનો ઉપયોગ તેની પર નજર રાખવા જણાવ્યુ હતુ આ બેઠકમાં સ્ટેટીકલ સર્વેલન્સ ટીમ, ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, એકાઉન્ટ ટીમના સભ્યો તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...