ધરપકડ:દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં. એલસીબીએ બાતમી આધારે પકડ્યા

સા.કાં. એલસીબીએ બાતમી આધારે વિજયનગર પોલીસ સ્ટેશન અને ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનાના છેલ્લા 3 અને 4 વર્ષથી બે વોન્ટેડને બાતમીને આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે. ચાવડા તથા ટીમના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સક્રિય હતા.

તે દરમિયાન બાતમી આધારે હિંમતનગરથી વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિ.ના ગુનાનો છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ જગદીશકુમાર ચુનીલાલ ડામોર (35) (રહે. સુખાપાડા તા.ખેરવાડા જી.ઉદેપુર, રાજસ્થાન) ને ઝડપી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી વિજયનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી. તેમજ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિ.ના ગુનાનો છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ ચંદુલાલ લાલાજી ભીલ (37) (રહે. સુખાપાડા તા.ખેરવાડા, જી.ઉદેપુર, રાજસ્થાન) ને પણ હિંમતનગરથી ઝડપી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...