કોણ કોને આપશે ટક્કર?:સાબરકાંઠા જિલ્લાની 4 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, હિમતનગર બેઠક પર રહેશે સૌની નજર

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની 4 બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે.

સાબરકાંઠા જીલ્લાની ચાર વિધાનસભા છે, જેમાં હિમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠક છે. હાલમાં ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ભાજપના અશ્વિન કોટવાલ સામે આમ આદમી પાર્ટીના બીપીન ગામેતીને જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2017ની સભામાં સાબરકાંઠાની ચાર વિધાનસભામાંથી ત્રણ વિધાનસભા ભાજપ અને એક કોંગ્રેસની હતી.જેમાં હિમતનગર,પ્રાંતિજ અને ઇડર વિધાનસભા પર ભાજપ અને ખેડબ્રહ્મા વિધાનસભા પર કોંગ્રેસની હતી. ​​​​​​તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી સાબરકાંઠા જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અન્ય સમાચારો પણ છે...