આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી:હિમતનગરમાં આદર્શ વિદ્યાલય દ્વારા તિરંગા રેલી યોજાઈ; ભાજપ મહિલા મોરચા જોડાયું, 100 વિધાર્થીઓએ 75 વર્ષની પ્રતિકૃતિ બનાવી

સાબરકાંઠા (હિંમતનગર)9 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી આદર્શ વિદ્ધાલય ધ્વારા સોમવારે સવારે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ મહિલા મોરચા જોડાયું હતું તો આઝાદીના 75 વર્ષની 100 વિધાર્થીઓએ પ્રતિકૃતિ બનાવી હતી. તિરંગા રેલી વિદ્યાલયથી ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ હતી.

હિમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી આદર્શ વિદ્યાલય અને ભાજપ મહિલા મોરચા દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા તિરંગા રેલીનું આયોજન કર્યું હતું. આદર્શ વિદ્યાલયના વિધાર્થીઓએ તિરંગા સાથે આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની પ્રતિકૃતિ 100 વિધાર્થીઓએ બનાવી હતી. જે તિરંગા રેલીનું આકર્ષણ હતું. તો વિધાર્થીઓ ભારત માતા, ઝાંસી કી રાણી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈની વેશભૂષા ધારણ કરી હતી અને આદર્શ વિદ્યાલયના મેદાનમાં સૌ એક સાથે સુત્રોચ્ચાર કર્યો હતો.

ઢોલ સાથે બે લાઈનમાં આદર્શ વિદ્ધાલયથી તિરંગા રેલી ભારત માતા કી જયના નારા સાથે રેલી નીકળી હતી. જેમાં હિમતનગર નગર પાલિકાના પ્રમુખ યાતીનીબેન મોદી,સ્થાનિક પાલિકા સદસ્ય સવજીભાઈ ભાટી,ભાજપ મહિલા મોરચાના હંસાબેન પિત્રોડા,નિર્મલાબેન પંચાલ ,અર્ચના ભટ્ટ ભાજપ શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ સાથે વિદ્ધાલયના શિક્ષકો પણ જોડાયા હતા.તિરંગા રેલી ગાંધીજીની પ્રતિમાએ પહોચી હતી જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વિધાર્થીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...