મતદાનને લઈ તંત્રની તૈયારીઓ:હિંમતનગર, ઇડર અને પ્રાંતિજમાં ઓફિસરોની તાલીમ; ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની ચૂંટણીનું મતદાન તા. 5 ડીસેમ્બરના રોજ યોજાવવાનું છે. આ મતદાનને લઈને પ્રીસાઈન્ડીગ અને પોલીસ ઓફિસરોની બીજી તાલીમ હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ વિધાનસભામાં યોજવામાં આવી છે. આ સાથે સેન્ટરો પર ફેસીલીટી મતદાન સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે. સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન અને તાલીમ યોજાશે.

કર્મચારીઓની તાલીમ બાદ મતદાન
વિધાનસભાની ચૂંટણીને લઈને હિંમતનગરમાં હિંમત હાઈસ્કુલ, ઇડરમાં ડાયટ અને પ્રાંતિજમાં ચિત્રાસણી કોલેજમાં સવાર અને સાંજ બે પાળીમાં પ્રીસાઈન્ડીગ અને પોલીસ ઓફિસરોની બીજી તાલીમ યોજાઈ છે. તદુપરાંત સામે ફેસીલીટી મતદાન સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓની તાલીમ બાદ પોસ્ટલ બેલેટ પર મતદાન કરે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ક્યુઆર કોડ થકી વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું
હિંમતનગર વિધાનસભાના ચૂંટણી અધિકારી અનીલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હિંમતનગરની હિંમત હાઈસ્કુમાં વિધાનસભામાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પ્રીસાઈન્ડીગ ઓફિસર 362 અને પોલીંગ ઓફિસરો 362ને સ્કુલમાં અલગ અલગ આઠ રૂમમાં VVPAT અને EVM વિશેની વિસ્તૃત જાણકારી સાથે તાલીમ આપી હતી. સવારે 9 થી બપોરે 1 અને બપોરે 3 થી 6 દરમિયાન બે પાલીમાં તાલીમ આપવામાં આવી રહી છે. સવારથી તાલીમ શરુ થઇ ગઈ છે. આ ઉપરાંત એક નવો અભિગમ ચૂંટણી અધિકારીએ અપનાવ્યો છે. જેમાં પ્રીસાઈન્ડીગ ઓફિસર અને પોલીગ ઓફિસરોને બુથ પર તકલીફ ના પડે તે માટે તેમણે ક્યુઆર કોડ થકી વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે. જેથી માહિતી માટે કોઈ તકલીફ ના પડે અને સરળતાથી બુથની માહિતી મળી રહેશે. આ સાથે જો કોઈ તકલીફ પડે તો પણ તાત્કાલિક નિરાકરણ થાય તે હેતુથી નવો અભિગમ અપનાવ્યો છે.

વિધાનસભા પ્રમાણે ફેસીલીટી મતદાન સેન્ટર
આ અંગે મદદનીશ ચુંટણી અધિકારી જય પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગર ,ઇડર અને પ્રાંતિજ વિધાનસભામાં તાલીમ સેન્ટર પર ચારેય વિધાનસભા પ્રમાણે ફેસીલીટી મતદાન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ચુંટણીમાં જોડાયેલા કર્મચારીઓ સેન્ટર પર પોતાની વિધાનસભામાં મતદાન તાલીમ બાદ સવાર થી સાંજ દરમિયાન પોસ્ટલ બેલેટ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સવારથી ફેસીલીટી સેન્ટર મતદાન શરુ થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...