3 કિમિ વાહનોની કતારો:તાજપુર કુઈ નજીક અંબાજીથી કરમસદ જતી બસ પેનલ પાસે ઉતરી જતાં ટ્રાફિક

તાજપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાછળ આવતી બસનું ટાયર નીકળી જતાં 3 કિમિ વાહનોની કતારો

પ્રાંતિજના તાજપુર કુઈ ને.હા પર અંબાજીથી કરમસદ જતી બસ પેનલ પાસે ઉતરી ગઈ હતી. બસ પાછળ બસ આવતા એનું પણ ટાયર નીકળી જતા બંને બસો સર્વિસ રોડ પર બ્લોક થઈ જતા 3 કિમિ સુધી વાહનોની કતારો લાગી હતી.

પ્રાંતિજના તાજપુર કુઈ ને.હા 8 પર રાત્રીના સમયે બે બસ અને 1 ટ્રક પાછળ બ્રેક ડાઉન થતા આખો સર્વિસ રોડ બ્લોક થતા ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ હતી. જેથી ન છૂટકે બ્રિજનું કામ ચાલુ હોવા છતાં બ્રિજ પરથી વાહનો પસાર કરવા મજબૂર બન્યા હતા. રોજેરોજ આ સ્ટેન્ડ પર નાની સમસ્યા સર્જાય છે. જ્યાં પ્રાંતિજ ડેપોમાંથી અન્ય બસ મંગાવી બસને બહાર કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...