ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને જ્ઞાતિ સમુદાયોના ધ્રુવીકરણના યાત્રા અજમાવાઈ રહ્યા છે ત્યારે દેશનું અર્થતંત્ર ચલાવતા વેપારીઓ ઉત્પાટ પર છૂટક વેપારી કરી રોજિંદુ પેટિયું રળતાં વેપારીઓની નાડ પારખવાનો હિંમતનગર શહેરમાં પ્રયાસ કરતાં મોંઘવારી જીએસટી બેરોજગારી સહિતના મુદ્દા બહાર આવવાની સાથે ભાજપ સરકાર સારી છે પરંતુ મોંઘવારી ડામવામાં નિષ્ફળ નીકળી છે. તથા દર પાંચ વર્ષે સરકાર બદલાય જવી જોઈએ ના અભિપ્રાય સાથે લીંબુ મરચાના છૂટક વેચાણના મહિલા વ્યવસાયીનો બળાપો મોદી મારી સાસરીના છે તો યે કમાવા બહાર જવું પડે છે.
વસ્તુઓ પર જીએસટી ઘટે તો વેપાર વધે
મોદી છે ત્યાં સુધી વોટ તો ભાજપને જ. ઘરઘંટી ઉપર પહેલા 5 ટકા જીએસટી હતો અત્યારે 18 ટકા થઈ ગયો છે જીએસટી ઘટે તો કિંમતો ખરીદીની રેન્જમાં આવી જતા વ્યાપાર પણ આસાનીથી વધે અને મોંઘવારી ઘટે એ જરૂરી છે.{ સંદિપ શાહ, સન ઇલેક્ટ્રોનિક્સ
સરકાર હવે બદલાવવી જોઈએ:વેપારી
રેડીમેડ ગારમેન્ટની દુકાન ધરાવતા વેપારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે ગામડાની ઘરાકી જ નથી કોરોના પછી પહેલા જેવો વેપાર જ રહ્યો નથી ઘર ચલાવવું મુશ્કેલ બની જાય એટલી મોંઘવારી છે 40 ટકા જેટલો ધંધો ઘટી ગયો છે સરકાર હવે બદલાવી જોઈએ.
આ સરકારમાં મોંઘવારી વધી ગઈ બદલાવી જોઇએ લારીવાળાઓને ધંધો કરવો મુશ્કેલ બની ગયું છે કોઈ ઉભા રહેવા દેતું નથી દુકાન ખરીદી શકાય તેટલા પૈસા નથી ઘર કેવી રીતે ચલાવવું આ સરકારમાં મોંઘવારી વધી ગઈ છે એકવાર સરકાર બદલાવી જોઈએ { રાહુલભાઈ, ફ્રૂટની લારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.