માંગ:હિંમતનગર દુર્ગા બજારમાં ઓવરબ્રિજનો વિરોધ વેપારીઓએ તાત્કાલિક કામ અટકાવવા માંગ કરી

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજને બદલે ઓવરબ્રિજ મંજૂરકરાવી અંધારામાં રાખ્યા હોવાના સીધા આક્ષેપ

હિંમતનગર શહેરના જૂની સિવિલ રોડ દુર્ગા બજાર આગળના ફાટક ઉપર ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવતા આસપાસના વેપારીઓ દ્વારા અંડર બ્રિજને બદલે ઓવરબ્રિજ મંજૂર કરાવી અંધારામાં રાખ્યા હોવાના સીધા આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરી તાત્કાલિક અસરથી ઓવરબ્રિજનું કામ બંધ કરાવવા રજૂઆત કરાઈ છે.

શહેરમાં જૂની સિવિલ હોસ્પિટલ આગળથી દુર્ગા બજાર થઈ જતા માર્ગ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ છે આ વિસ્તારના વેપારીઓ સુરેન્દ્રભાઈ નાણાવટી ભરતભાઇ, મહેશભાઈ વગેરે દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ છે કે ઘણા લાંબા સમયથી અંડર બ્રિજ બનાવવાની વાતો ચાલતી હતી અંડર બ્રિજ મંજૂર પણ થયો હતો પરંતુ અચાનક તેની જગ્યાએ ઓવરબ્રિજ મંજૂર કરી કામ ચાલુ કરાયું છે જેને પગલે જૂની સિવિલ સ્ટેશન રોડ દુર્ગા બજાર સહિતના વ્યાપારીઓ માટે સમસ્યા ઊભી થનાર છે વેપારીઓ દ્વારા સીધો આક્ષેપ કરાયો છે.

કે વેપારીઓ સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી કે નોટિસ આપવામાં આવી નથી વેપારીઓને અંધારામાં રાખવામાં આવ્યા છે ઓવરબ્રિજના બજેટ કરતાં 50 ટકા ખર્ચે અંડરબ્રિજ બની જાય તેમ હોવા છતાં આ નિર્ણય લેવાયો છે જેનો તમામ વ્યાપારીઓને વાંધો છે ઓવરબ્રિજની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો ન છૂટકે હાઇકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરવાની ફરજ પાડનાર હોવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...