કમોસમી વરસાદ વચ્ચે હોળી પ્રાગટ્ય:હિંમતનગરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ; ભક્તોએ વરસાદ વચ્ચે પ્રદક્ષિણા કરી, કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ

સાબરકાંઠા (હિંમતનગર)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ વાવઝોડું ફૂંકાયું હતું. એક તરફ હોલિકા દાહનનો સમય અને બીજી તરફ વાવઝોડું વરસાદ અને વીજળીના કડાકા શરૂ થયા હતા.

હિંમતનગર શહેરમાં અચાનક વાવઝોડું ફૂંકાયા બાદ ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. તો ભારે પવન વરસાદ અને વીજળીના ચમકારા થઈ રહ્યા અને ભક્તોએ વરસાદ વચ્ચે પ્રદક્ષિણા કરી.

હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં સમી સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. ફાગણમાં અષાઢી માહોલ સર્જાયો તો હોળી પ્રગટાવવા પૂર્વે વરસાદ અને પવન વિજધન બન્યો. પવનને કારણે ખેતરોમાં ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો.અચાનક શરૂ થયેલા વરસાદને લીધે હિંમતનગરના શહેરે વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી તો વાવઝોડા સાથે વરસાદ અને વીજળીના ચમકારા વચ્ચે શ્રદ્ધાળુઓએ હોલિકા દહન બાદ પ્રદક્ષિણા કરી હતી. ગાજવીજ સાથે હિંમતનગર, ઇડર, તલોદ, અને પ્રાંતિજ સહિત જિલ્લામાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...