આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર:આજે ભગવાન શિવજી ઉપર એક મુઠ્ઠી કાળા તલ ચડાવવા

પુંસરી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અણિયોડમાં શિવાલયનંુ નામ રાજા મલાવપતિ મુંજ. પરથી મુંજેશ્વર પડ્યું
તલોદના અણિયોડમાં 15 મી સદીનું પ્રાચીન કોતરણીવાળું શિવાલય આસ્થાનું પ્રતિક છે.આ મંદિર માળવાના પ્રસિદ્ધ રાજા માલવપતિ મુંજે 15 મી સદીમાં મેશ્વો નદીના કિનારે બનાવ્યુ હોવાનુ કહેવાય છે રાજાના નામ પરથી મંદિર મૂજેશ્વર મહાદેવ કહેવાય છે.

લોકવાયકા મુજબ માળવાના રાજા માલવપતિ મુંજ ગુજરાતના પ્રસિદ્ધ તિર્થ યાત્રા નારાયણ સરોવરના દર્શને પોતાના રસાલા સાથે જતો હતો. તે રાજન શિવ ભક્ત હતો તેથી તે રાજા પોતાની સાથે હંમેશા શિવલિંગ સાથે રાખતો તેની પૂજા કરતો. મધ્યપ્રદેશથી નારાયણ સરોવર જોવા મેશ્વો નદીના કિનારે આ પ્રદેશમાંથી પસાર થતો હતો તે વખતે આ પ્રદેશમાં ગીચ વનરાજી હતી હિડમ્બા બિલીપત્રોના વન તરીકે પ્રખ્યાત હતું.

પાસે જ નદી કિનારો હોવાથી પોતાનો રસાલો અણિયોડ વિસ્તારમાં રોકાયો સવારમાં નિત્યક્રમ કરી શિવલિંગની પૂજા કરીને શિવલિંગને ઉઠાવવા જતા જમીન સાથે શિવલિંગ ચોંટી ગયુ હતુ પ્રયત્નો કરવા છતાં શિવલિંગ જમીનમાંથી છૂટું ના પડતાં મુંજ રાજાએ તે વખતે આ જગ્યાએ મંદિર બનાવીને શિવલિંગની સ્થાપના પોતાના હસ્તે કરી હોવાનું કહેવાય છે મંદિરની આગળ જ એક સુંદર વાવ હતી મંદિરનો મુખ્ય દરવાજો ઉદેપુરના પ્રખ્યાત આરસ પથ્થરમાંથી બનાવાયો છે. એવુ કહેવાય છે કે આવી કોતરણી શામળાજી મંદિરને મળતી આવે છે. અણિયોડ સરપંચ કનકસિંહ ઝાલાના જણાવ્યા મુજબ અહીંયા શ્રાવણના સોમવાર , શિવરાત્રિ, મહાસુદ પૂનમ ચોવીસ કલાક અખંડ રામધૂન અને રાત્રી સત્સંગ યોજાય છ.

પોશીનાના મીઠીવેડી ગામે પાૈરાણિક શિવલિંગની 200 વર્ષથી પૂજા થાય છે
હાલમાં શ્રાવણ માસમાં ઠેર ઠેર મહાદેવની પુજાનુ આયોજન કરવામાં આવે છે. આવું જ એક વિકાસની રાહ જોતું 200 વર્ષથી વધારે જૂનું પુરાતન મહાદેવ મંદિર પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં રાજસ્થાન સરહદને અડીને આવેલા નાડા ગ્રામ પંચાયત વિસ્તારના મીઠીવેડી ગામનું શિવલિંગ છે. એક માન્યતા મુજબ રાજસ્થાનના સિરોહીના રાજાને તેમના પ્રદેશમાંથી તડીપાર કરાતાં તેઓ અહીં આવી આ હરણેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જે સિરોહીમાં આવેલા શરણેશ્વર શિવ મંદિર સાથે જ સંલગ્ન્ન છે. અહી નામ અપભ્રશ થતાં અહીંની તળપદી ભાષામાં તે હારણેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે.

હાલમાં આ શિવલિંગ પાસે સિંહ, પોઠીયો ( બળદ ) અને કાચબાના પથ્થરમાં કોતરણ કરેલા અવશેષો તેમજ પુરાણી વાવ પણ જોવા મળે છે. આ કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલા પૌરાણિક શિવલિંગના હારણેશ્વર મંદિરને પુરાતન સ્થાપત્યની જેમ વિકસાવવામાં આવે તેવું સ્થાનિક ભક્તો માની રહ્યા છે. શ્રાવણના પ્રસંગે દર વર્ષે લાંબડીયા મિત્ર મંડળ દ્વારા વિશેષ પૂજાની ખાસ વ્યવસ્થા પણ કરાય છે.

વિજયનગરના થાણામાં નીલકંઠ મહાદેવના મંદિરે કોઢ-મસા દૂર થતા હોવાની માન્યતા
વિજયનગરથી ખેરવાડા ઉદયપુર માર્ગે થાણામાં નીલકંઠ મહાદેવ મંદિર ગુજરાત રાજસ્થાનના શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. નીલકંઠ મહાદેવની કૃપાથી મેવાડના રાજાની કોઢની બીમારી દૂર થતાં 800 વર્ષ અગાઉ મંદિર નિર્માણ કરાવ્યું હતું.

નીલકંઠ મહાદેવ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ જિ.પં.પ્રમુખ કેવળ ચંદજી લબનાના જણાવ્યા અનુસાર 800 વર્ષ અગાઉ મેવાડના રાજાને કોઢની બીમારી થતાં જેના ઉપચાર માટે આ રાજા ઘોડા ઉપર નીકળી પડ્યા હતા અને થાણા તળાવ પર રાત્રિ વિરામ કર્યો હતો. બીજા દિવસે તળાવમાં સ્નાન કરીને આગળ જવા નીકળ્યા હતા. કહેવાય છે કે તળાવમાં સ્નાન કર્યા બાદ રાજાના કોઢની બીમારી ધીરે ધીરે મટવા માંડતા આ રાજાએ તળાવ કાંઠે નાના મંદિરનું નિર્માણ કરી શિવલિંગની સ્થાપના કરી હતી.

બાદમાં મંદિરના દર્શન પૂજન થી કોઢ , મસા જેવી બિમારીઓની માનતાઓ પૂર્ણ થતાં આ મંદિર રાજસ્થાનના ઉદયપુર ડુંગરપુરની સાથે વિજયનગર તાલુકાના શિવભક્તોનું આસ્થા કેન્દ્ર બન્યું. છે. આજે પણ પૂર્ણિમાના નિયમિત દર્શન માત્રથી લોકોની કોઢ અને મસાની બીમારી દૂર થતી હોવાની માન્યતા છે. આ પ્રાચીન મંદિર જીર્ણ થતાં 3 વર્ષ અગાઉ અઢી કરોડના ખર્ચે લોકફાળાથી ભવ્ય મંદિરનું નિર્માણ કરાયુ હતું. મહાશિવરાત્રી અને શ્રાવણમાં અહીં ભક્તોની ભીડ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...