જાહેરનામુ:આજે હિંમતનગરમાં વડાપ્રધાન મોદીની સભા બપોરે12થી 6 વાગ્યા સુધી બે માર્ગો બંધ રહેશે

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડ તરસીયા રોડ પર વૈશાલી ગ્રાઉન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન
  • સાબર ડેરી ત્રણ રસ્તાથી રામપુર ચાર રસ્તા સુધીનો રસ્તો અને મોતીપુરા ખેડત તસિયા રોડથી છાપરીયા ચાર રસ્તા સુધીના માર્ગ પર વાહનની અવર-જવર પર પ્રતિબંધ

આજે 1લી ડિસેમ્બરે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકના કાર્યકરો મતદારોનો ઉત્સાહ વધારવા હિંમતનગરના ખેડ તરસીયા રોડ પર વૈશાલી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું છે. સેફ્ટી પ્રોટોકોલને લઈને કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી બપોરે 12થી 6:00 વાગ્યા સુધી બે માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને વૈકલિપક વ્યવસ્થા કરાઈ છે.

ચૂંટણી પ્રચાર આડે માંડ 60 કલાકનો સમય બાકી રહ્યો છે. ત્યારે જિલ્લાની ચારેય વિધાનસભાના મતદારોને પ્રભાવિત કરવા હિંમતનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આજે 1 ડિસેમ્બરે બપોરે 12:30 કલાકે આયોજન કરાયું છે. જેમાં ચારેય બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવારો ટેકેદારો કાર્યકરો સાથે ઉપસ્થિત રહેનાર હોય અને પ્રધાનમંત્રી સુરક્ષા પ્રોટોકોલની નજર સમક્ષ રાખી કલેક્ટર હિતેશ કોયાએ 1 ડિસેમ્બર બપોરે 12:00 વાગ્યાથી સાંજે 6 દરમ્યાન હિંમતનગર શહેરના સાબર ડેરી ત્રણ રસ્તાથી રામપુર ચાર રસ્તા સુધીનો રસ્તો અને મોતીપુરા ખેડત તસિયા રોડથી છાપરીયા ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર વાહનની અવર-જવર પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

વૈકલ્પિક વ્યવસ્થા
* સાબર ડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચોકડી તરફ જતા ભારે વાહનો સોનાસણ થઈ રામપુર ચોકડી જશે.
* સાબર ડેરી ત્રણ રસ્તાથી રામપુર ચોકડી તરફ જતા એલ એમ વી ફરવા વાહનો સહકારી જીન ગઢોડા ગામ થઈ રામપુરા ચોકડી
* મોતીપુરાથી ખેડા રોડ પર જતા વાહનો ઉમાશંકર બ્રિજ પર થઈ ટાવર ચોક થઈ છાપરીયા મહાવીર નગર બાજુ જઈ શકશે.

સભા દરમિયાન તિરંગા સિવાયના તમામ રંગની વસ્તુઓ પર પ્રતિબંધ
એરક્રાફ્ટ રૂલ્સ અંતર્ગત હવાઈ ઉડીયનના માર્ગમાં ડ્રોન તુકલ પતંગ બલુન ને કારણે સલામતી જોખમાઈ શકે તેમ હોવાથી (સિવાય તિરંગા ફુગ્ગા) તા.1 ડિસેમ્બર રાત્રે 12 કલાક સુધી ગઢોડા હેલીપેડ અને કાર્યક્રમ સ્થળ વૈશાલી ગ્રાઉન્ડની 3 કિ.મી ત્રિજ્યામાં તિરંગા રંગો સિવાયના રંગના તુકકલ, ફુગ્ગા, પતંગ વાવટા ડ્રોન સિન્યેટીક પ્લાસ્ટિક, તેમજ કપડા હાથમાં ફરકાવવા ઉડાડવા પર કલેકટર દ્વારા પ્રતિબંધ લાદવા માં આવ્યો છે.

11:30 કલાકે સરવણામાં જગદીશ ઠાકોર સભા ગજવશે
હિંમતનગર તાલુકાના ભાજપના ગઢ સમા ઠાકોર ક્ષત્રિય બહુલ ગાંભોઈ-રાયગઢ પંથકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સરવણા ખાતે જાહેરસભાનું સંબોધન કરનાર છે. માનવામાં આવી રહ્યું છે કે જાતિગત સમીકરણોને આ વખતની ચૂંટણીમાં અંકે કરવા સરવણાની પસંદગી કરાઈ છે. લોકગાયિકા તેજલ ઠાકોર લોકગીતોની રમઝટ બોલાવશે.

અન્ય સમાચારો પણ છે...