આયોજન:હિંમતનગર શહેરને હરિયાળુ બનાવવા પાલિકા દ્વારા વૃક્ષો લગાવવાનું શરૂ કરાયું

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વિવિધ વિસ્તારોમાં ~10 હજારના એક એવા 20 વૃક્ષ લગાવવાનું શરુ
  • ખજૂરી, નાળીયેરી, બોટલ પામ જેવા વૃક્ષો ક્રેન મારફતે લગાવાઇ રહ્યા છે

હિંમતનગર શહેરને સુંદર અને હરિયાળુ બનાવવાના ભાગરૂપે પાલિકા દ્વારા પ્રારંભિક તબક્કામાં જાહેર માર્ગો પર રૂ.10 હજારના એક એવા 20 મોટા વૃક્ષ લાવી ક્રેનથી લગાવાઇ વી રહ્યા છે. પાલિકા સૂત્રોના જણાવ્યાનુસાર શહેરના તમામ મુખ્ય માર્ગોને વૃક્ષોથી આવરી લેવાનું આયોજન કરાયું છે.

હિંમતનગર શહેરના પાલિકા વિસ્તારમાં પ્રતિ વર્ષ 5 હજારથી વધુ વૃક્ષોનું પ્લાન્ટેશન કરાય છે. પરંતુ તાજેતરમાં મોતીપુરા - ખેડતસીયા રોડ પર ક્રેન - જેસીબીથી મોટા મોટા તૈયાર વૃક્ષોનું પ્લાન્ટેશન થતું જોવા મળતા કૌતુક સર્જાયું હતું. પાલિકા પ્રમુખ યતીનબેન મોદી અને કારોબારી અધ્યક્ષ સાવનભાઈ દેસાઈએ જણાવ્યું કે શહેરને હરિયાળુ અને સુંદરતમ બનાવવા પ્રતિવર્ષ પ્લાન્ટેશન થઈ રહ્યું છે.

પરંતુ મહદ્દઅંશે તૈયાર વૃક્ષોનું પ્લાન્ટેશન સફળ થતું હોવાનું જોવા મળતા પાલિકા દ્વારા રૂ.10 હજારના એક એવા 20 વૃક્ષ પ્રારંભિક તબક્કામાં લવાયા છે અને હાલમાં મોતીપુરા, ખેડતસીયા રોડ પર તુલસી કોમ્પ્લેક્સ થી રામેશ્વર મંદિર સુધી ખજૂરી, નાળિયેરી, બોટલ પામ સહિતના તૈયાર વૃક્ષોનું ક્રેન અને જેસીબી થી પ્લાન્ટેશન કરાઇ રહ્યું છે. શહેરના તમામ જાહેર માર્ગોને વૃક્ષાચ્છાદિત કરવાનું આયોજન કરાયું છે. આગામી સમયમાં શહેરના તમામ માર્ગો આકર્ષક અને હરિયાળા બનાવવાનું લક્ષ્ય છે.

અન્ય સમાચારો પણ છે...