કાર્યવાહી:રેલવેના મિકેનિકને છેડતીની ધમકી આપી લૂંટ ચલાવનાર ત્રણ ઝડપાયા

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત રવિવારે યુવતી અને બે યુવકોએ 3 હજારની લૂંટ ચલાવી હતી

ગત રવિવારે હિંમતનગરના મોતીપુરાથી કારમાં આવેલ યુવતી અને બે શખ્સોએ ઉદેપુર જવાનો રસ્તો પૂછી પોતે પણ અંબાજી જઇ રહ્યાનું શખ્સને કારમાં બેસાડી થોડેક આગળ લઇ જઇ છેડતીની ધમકી આપી એક મોબાઇલ અને રૂ.3 હજારની લૂંટ ચલાવી ફરાર થવાના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેયને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

રવિવારે સાબરમતી રેલ્વે વર્કશોપમાં મિકેનિક તરીકે ફરજ બજાવતા અશોકકુમાર સદાભાઇ નાગર લક્ઝરીમાં અંબાજી જવા નીકળ્યા હતા અને બપોરે એકાદ વાગ્યે મોતીપુરામાંઉતરી લારી ઉપર ચા પી હતા. તે દરમિયાન કારમાં આવેલ શખ્સોએ ઉદેપુર જવાનો રસ્તો પૂછ્યો હતો.

દરમિયાન અશોકકુમારે અંબાજી જઇ રહ્યાની વાત કરતાં તેમણે જણાવ્યું કે અમે પણ અંબાજી જઇએ છીએ અમારી સાથે ચાલો કહી કારની પાછળની સીટમાં યુવતીની પાસે બેસાડ્યા હતા. આ લોકોએ અંબાજીને બદલે ઉદેપુર બાજુ જતા હાઇવે પર કાર દોડાવતા અશોકકુમારે બૂમાબૂમ કરતાં તારા પર છેડતીનો કેસ કરી ફીટ કરાવી દઇશુંની ધમકી આપી બળજબરીથી ખિસ્સામાંથી રૂ.3 હજાર અને મોબાઇલ કાઢી લીધો હતો અને ત્રણેય જણા ભાગી ગયા હતા.

પકડાયેલા 3 આરોપી
વિજય ઉર્ફે વિકી રતનલાલ સેન (રહે. પંચરંગી નીમકાથાના, તા.ઉદેપુર ઘાટી, રાજસ્થાન), ફ્રાસીકા ઝેરાલદ ડીસોઝા (36) (રહે. બી. રોડ મલાડ મુંબઇ) અને મનોજકુમાર પૃથ્વીપાલ દુબે (41) (રહે. મોહન ભૈયાચૌલ, શ્રમદાન રોડ, દહીસર, મહારાષ્ટ્ર)

અન્ય સમાચારો પણ છે...